સ્માર્ટફોન, ટીવી, એસી ખરીદવા માટે હવે નહીં મળે ઝીરો ડાઉન પેમેન્ટ લોન , કોરોનાના કારણે થયેલા લોકડાઉનના કારણે ઉદ્યોગ-ધંધા પર અસર
સ્માર્ટફોન, ટીવી, એસી ખરીદવા માટે હવે નહીં મળે ઝીરો ડાઉન પેમેન્ટ લોન , કોરોનાના કારણે થયેલા લોકડાઉનના કારણે ઉદ્યોગ-ધંધા પર અસર
પગાર કાપ અને રોજગારીની અનિશ્ચિતતાને કારણે કન્ઝ્યુમર ફાઈનાન્સ કંપનીઓ શરતો ચુસ્ત બનાવી રહી છે. કોરોના વાયરસને કારણે ઊભી થયેલી સ્થિતિને પગલે આ કંપનીઓ ઝીરો ડાઉન પેમેન્ટ સ્કીમ્સ બંધ કરી શકે. ઉપરાંત સ્માર્ટફોન્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન્સ અને એર કંડીશનર્સ માટે નો-કોસ્ટ ઈએમઆઈ પ્લાન્સ પણ દૂર કરવામાં આવે તેવી શક્યતા છે. રિટેલર્સના અંદાજ મુજબ લોકડાઉન હળવું થઈ રહ્યું છે ત્યારે ધિરાણના કડક નિયમો પહેલેથી જ મંદ ચાલી રહેલી માંગને વધુ અસર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ ઉત્પાદકો ઇન્ટરેસ્ટ સબવેન્શનનો ખર્ચ વેઠતા હતા, પણ હવે નીચા માર્જિનવાળી પ્રોડક્ડ્સ અને લાંબાગાળાની સ્કીમ્સમાં આવું કરવાનો ઇન્કાર કર્યાે છે. પાંચ સિનિયર એક્ઝીક્યુટીવ ના જણાવ્યા અનુસાર એપ્રિલમાં ડિફોલ્ટ રેટ વધવાને કારણે બજાજ ફિનસર્વ, એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસિસ જેવી નો બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓએ બ્રાન્ડ્સને સંકેત આપ્યો છે કે ગ્રાહકોએ કેટલીક ઈમીઆઈની આગોતરી ચૂકવણી કરવી પડશે. લોનની મુદત સાથે આવી પ્રારંભિક ચૂકવણીમાં વધારો નોંધાશે. નો કોસ્ટ ઈએમઆઈ માત્ર ઊચું માર્જિન ધરાવતી અને પ્રીમિયમ પ્રોડક્ટસ પૂરતી મર્યાદિત રહેશે. આવી સ્કીમ્સની મુદત અગાઉની જેમ ૧૫-૧૮ મહિના જેટલી લાંબી નહીં, ૩-૧૨ મહિનાની રહેશે. બ્રાન્ડ્સ મિડ-સેગમેન્ટની પ્રોડક્ટ્સ અને ફાઈનાન્સિંગ સ્કીમ્સમાં વ્યાજખર્ચ વેઠવા તૈયાર નથી. ગ્રાહકોએ વાર્ષિક ૧૫ ટકા સુધીનું વ્યાજ ચૂકવવું પડે તેવી શક્યતા છે. બ્રાન્ડ્સે તાજેતરમાં સેમસંગ, સોની અને વનપ્લસ માટે જાહેર કરેલી સ્કીમ્સમાં આ ફેરફાર કરવામાં આવ્યા છે. કન્ઝયુમર ઇલેકટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રેસિડન્ટ અને ગોદરેજ એપ્લાયન્સના બિઝનેસ હેડ કમલ નંદીએ જણાવ્યું હતું કે, ગ્રાહકો પાસેથી અગાઉથી ઈએમઆઈ રિક્વર કરવામાં મુશ્કેલીને કારણે તમામ અગ્રણી કન્ઝયુ ફાઈનાન્સ કંપનીઓ તેમની સ્કીમ્સ અંગે ફેર વિચારણા કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવકમાં નોંધપાત્ર ઘટાડાની આશંકાને કારણે બ્રાન્ડ્સ શક્યહોય ત્યાં ખર્ચ ઘટાડવાની યોજના ધરાવે છે. ફાઈનાન્સ કંપનીઓ ખર્ચમાં ઘટાડો નહીં કરે ત્યાં સુધી મે સંપૂર્ણ વ્યાજખર્ચ વેઠી નહીં શકીએ. હોમ ક્રેડિટ ઇન્ડિયાના ચીફ માર્કેટિંગ અને કસ્ટમર એક્સપિરિયન્સ ઓફિસર માર્કાે કેરવિચે જણાવ્યું હતું કે, ઊંચા ડાઉન પેમેન્ટની શક્યતા જણાતી નથી. કારણ કે લોકડાઉને કારણે ગ્રાહકોએ કમાણીની તક ગુમાવવી પડી છે. સોની ઇન્ડિયાના એમડી સુનિલ નૈયરે જણાવ્યું હતું કે કન્ઝ્યુમર ફાઈનાન્સમાં ઇલેક્ટ્રોનિક્સનો હિસ્સો લગભગ ૬૦ ટકા છે અને નિયમો કડક બનવાથી તે ઘટવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે, અમારા મતે આ કામચલાઉ પગલાં છે. રોકડ પ્રવાહમાં સુધારો થયા પછી થોડા મહિનામાં જૂની સ્કીમ્સ ફરી ચાલુ કરાશે.
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)