વડોદરા ના ઉંડેરા તળાવ માં મગર દેખાતા ગ્રામજનો માટે ખતરા ની ઘંટી! તળાવ ની ગંદકી ના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય!
વડોદરા ના ઉડેરા ગામમાં છેલ્લા છ મહિનાથી તળાવની સાફ-સફાઈ ન કરવામાં આવી નથી તેવું સ્થાનિક હિતેશ દેસાઈ એ જણાવ્યું હતું, જેને પગલે ઉનાળાના આ સમયમાં મગર તેમજ સાપ જેવા જળચર પ્રાણીઓ પાણીમાંથી બહાર નીકળી આવતા ગ્રામજનો ભયભીત થઈ ગયા છે. ઉડેરા ગામના લોકો દ્વારા ડીડીઓને આ તળાવ જલ્દીથી સાફ કરાવવા માટે અરજી પણ આપી ઉડરા ગામમાં રહેતા હિતેશ દેસાઈએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક વસાહતોને અડીને આવેલા ઉઠરા ગામના ઐતિહાસીક તળાવમાં ઔદ્યોગિક કચરો, ઉપરાંત મળ-મૂત્ર તેમજ જંગલી વેલાઓના કારણે તળાવમાં ગંદકીનું ભારે સામ્રાજ્ય વ્યાપેલું છે. ત્યારે તળાવમાં રહેતા મગર, સાપ અને કાચબા સહિતના જળચર પ્રાણીઓ પોતાનું ભોજન મેળવવા માટે તળાવના પાણી માંથી બહાર આવી રહ્યા છે. આ તળાવની પાળ પાસે જ બાળકો રમતા હોય છે. ત્યારે મગર બાળકોને નુકસાન ન પહોંચાડે તેવી લોકોને કાયમ ચિંતા રહેતી હોય છે. જ્યારે ગામના મૂંગા પશુઓ પણ તળાવનું પાણી દુષિત હોવાથી તેઓ
પીતા નથી. આ ઉપરાંત તળાવના દૂષિત પાણીના પગલે રોગચાળો પણ ફાટી નીકળવાનો ભય રહેલો છે. તળાવ માંથી પાણી નાળા માં રહીને આગળ જતું હોય તેવામાં આગળ વિસ્તાર ના રહીશો ને પણ મગર નો ભય રહે છે, ત્યારે ગામના તળાવને તાત્કાલિક સાફ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે. જ્યારે આ અંગે ગ્રામજનો દ્વારા ડીડીઓ કિરણ ઝવેરીને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA