આરોગ્યગુજરાતદેશ દુનિયા

ગુજરાતના 16 જિલ્લાઓમાં 1211 લોકોને એક ટ્રેન દ્વારા વતન જવાની સુવિધા આપવામાં આવી !અત્યાર સુધીમાં 24 શ્રમિક વિશેષ ટ્રેનો દ્વારા ઉત્તર પ્રદેશ અને બિહારના 32755 લોકોને સુવિધાજનક રીતે એમના વતન પહોંચાડવામાં આવ્યા છે.

ગુજરાતના 16 જિલ્લાઓમાં 1211 લોકોને એક ટ્રેન દ્વારા વતન જવાની સુવિધા આપવામાં આવી !અત્યાર સુધીમાં 24 શ્રમિક વિશેષ ટ્રેનો દ્વારા ઉત્તર પ્રદેશ અને બિહારના 32755 લોકોને સુવિધાજનક રીતે એમના વતન પહોંચાડવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર 16 જીલ્લાઓ અને ત્રણ રાજ્યો અને રેલવે સાથે સંકલન થી શક્ય બની આં વ્યવસ્થા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના રાજ્ય સરકાર,વિવિધ રાજ્યો,રેલવે સાથેના સંકલન થી અત્યાર સુધીમાં 24 શ્રમિક વિશેષ ટ્રેનો દ્વારા ઉત્તર પ્રદેશ અને બિહારના 32755 લોકોને સુવિધાજનક રીતે એમના વતન પહોંચાડવામાં આવ્યા છે.
આ વ્યવસ્થામાં જિલ્લા કલેકટરશ્રી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રે વધુ એક નવો આયામ ઉમેર્યો છે.આજે એકજ ટ્રેન દ્વારા ઉત્તર પૂર્વેના ત્રણ રાજ્યોના અને વડોદરા સહિત રાજ્યના 16 જિલ્લામાં વસતા 1211 લોકોને એમના વતનના રાજ્યોમાં વિશેષ ટ્રેન દ્વારા મોકલવામાં આવ્યા છે. પરપ્રાંતીય લોકો ને મોકલવામાં આવ્યા, આ એક એવી વ્યવસ્થા છે જેમાં અનેકવિધ સ્તરે સંકલન કરવાની જહેમતના અંતે આ સફળતા મળી છે.કદાચ અન્ય રાજ્યોના લોકોને વતન પહોંચાડવા માટે એક ટ્રેનમાં એક થી વધુ રાજ્યોના અને રાજ્યના 16 જેટલા જિલ્લાઓમાં વસતા આ રાજ્યોના લોકોને વડોદરા લાવીને પ્રસ્થાન કરાવવાની આ પ્રથમ ઘટના છે.આ સફળતા માટે જિલ્લા કલેકટરશ્રી એ રાજ્ય સરકારના નોડલ અધિકારી,સંબંધિત રાજ્યોના પ્રશાસન અને રેલવેનો આભાર માનવાની સાથે જિલ્લા વહીવટી તંત્રને આ જટિલ પ્રક્રિયા સફળ બનાવવા માટે અભિનંદન આપ્યાં છે.રાજ્યસ્તરે થી સ્ટેટ નોડલ શ્રી હર્ષદ પટેલની સૂચના થી 16 જિલ્લાઓના કલેકટરશ્રીઓ સાથે સંકલન કરવામાં આવ્યું એવી જાણકારી આપતાં સ્થાનિક નોડલ અધિકારી અને નાયબ કલેકટર શ્રી આર.પી.જોશીએ જણાવ્યું કે આ તમામને વડોદરા લાવી,અહી થી એમના રાજ્યોમાં મોકલવાની જવાબદારી વડોદરાને સોંપવામાં આવી.આમ તો,આ રાજ્યોએ અન્ય રાજ્યોમાં થી એમના રાજ્યમાં લોકોને મોકલવાની ના પાડી હતી.જો કે મણિપુર,મેઘાલય અને સિક્કિમના નોડલ અધિકારીઓ સાથે પરામર્શ કરી,રાજ્યસ્તરે થી મળેલા માર્ગદર્શન અને પીઠબળ થી ત્રણ રાજ્યોના લોકો માટે એક ટ્રેનની વ્યવસ્થા શક્ય બની છે.આ ટ્રેન વડોદરા થી નીકળી મણિપુરના, જીરીબાઈ,સિક્કિમના જલપાઈ ગુડી અને મેઘાલય માટે ગુવાહાટી સ્ટેશનો ખાતે સંબંધિત રાજ્યોના લોકોને પહોંચાડશે.એમાં કુલ 1211 પ્રવાસીઓ પ્રવાસ કરશે જેમાં સહુ થી વધુ મણિપુરના 808,મેઘાલયના 217 અને સિક્કિમના 186 લોકોનો સમાવેશ થાય છે .રાજ્યના 16 જીલ્લાઓ પૈકી સહુ થી વધુ 346 અમદાવાદમાં,309 વડોદરામાં,213 સુરતમાં અને 46 ગાંધીનગરમાં વસતા ઉપરોક્ત રાજ્યોના પ્રવાસીઓ તેમાં સફર કરી રહ્યાં છે.જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે સહુ પ્રવાસીઓને સુવિધાજનક યાત્રાની શુભકામનાઓ પાઠવી છે.ફૂડ કમિટી દ્વારા પ્રવાસીઓને ફૂડ પેકેટ,પાણીના બોટલ અને સૂકાં નાસ્તાના પેકેટ સૌજન્ય રૂપે આપવામાં આવ્યાં હતાં.

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button