ગુજરાતમાંથી ૪.૭૦ લાખ પરપ્રાંતિયનો વતન મોકલાયા , યુપી, ઓરિસ્સા, બિહાર તેમજ ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાં શુક્રવાર રાત સુધીમાં વધુ ૪૧ વિશેષ ટ્રેન રવાના
ગુજરાતમાંથી ૪.૭૦ લાખ પરપ્રાંતિયનો વતન મોકલાયા , યુપી, ઓરિસ્સા, બિહાર તેમજ ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાં શુક્રવાર રાત સુધીમાં વધુ ૪૧ વિશેષ ટ્રેન રવાના
મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા શુક્રવાર તા.૧પમી મે ની રાત્રી સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૩૯૦ વિશેષ ટ્રેન દ્વારા કુલ પ લાખ ૩૬ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, ગુજરાતમાંથી તા.૧૪મી મે ની મધરાત સુધીમાં ૩૪૯ શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા ૪ લાખ ૭૦ હજાર જેટલા શ્રમિકો તેમના વતન પહોંચ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુરૂવાર તા.૧૪મી મે મધરાત સુધીમાં ગુજરાતમાંથી ૩૪૯ ટ્રેનો રવાના કરવામાં આવી છે અને તેમાં કુલ ૪ લાખ ૭૦ હજાર પરપ્રાંતીયો શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં કોઇપણ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડવામાં આવ્યા છે. હવે, શુક્રવારે મધ્યરાત્રી સુધીમાં વધુ ૪૧ ટ્રેન દ્વારા ૬૪ હજાર પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન રાજ્ય ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસા, છત્તીસગઢ વગેરેમાં જવા રવાના થશે. સમગ્રતયા, શુક્રવાર તા.૧પમી મે ની મધ્યરાત્રી સુધીમાં આવી ૩૯૦ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન મારફતે પ.૩૬ લાખ શ્રમિકોને પોતાના વતન રાજ્ય પહોચાડવાની વ્યવસ્થાઓ થઇ છે. શુક્રવારે જે ૪૧ ટ્રેન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી રવાના થશે. તેમાં ઉત્તરપ્રદેશ માટે ર૭, બિહાર માટે ૦પ ટ્રેન, ઓરિસ્સા માટે ૦ર ટ્રેન, છત્તીસગઢ-ઝારખંડ માટે ૧-૧ ટ્રેન તથા અન્ય રાજ્યો માટે ૧-૧ ટ્રેન દોડશે. આ વ્યવસ્થામાં અમદાવાદથી ૧પ ટ્રેન, સુરતથી ૧૬ ટ્રેન, રાજકોટથી ૦૩ ટ્રેન, કચ્છ થી ૦ર ટ્રેન તથા અન્ય જિલ્લાઓમાંથી ૧-૧ મળીને આજે મધરાત સુધીમાં રવાના થનાર ૪૧ ટ્રેનમાં વધુ ૬૪,૦૦૦ પરપ્રાંતીયો-શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવશે. મુખ્યમંત્રીના સચિવએ આ વિશેષ ટ્રેનો મારફતે ગુજરાતમાંથી જે શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યા છે તેની વિગતો આપતા કહ્યું કે, પરપ્રાંતિયો મજૂરો, શ્રમિકો ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્પેશ્યલ શ્રમિક ટ્રેનમાં તેમના વતન રાજ્ય જાય છે.એટલું જ નહિ, જિલ્લા વહિવટીતંત્ર આવા શ્રમિકોને રેલ્વે સ્ટેશન સુધી પહોચાડવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)