લોકડાઉન માં છેલ્લા એક મહિનાથી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુંગા અબોલા પશુ પક્ષીઓ ને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે
લોકડાઉન માં છેલ્લા એક મહિનાથી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુંગા અબોલા પશુ પક્ષીઓ ને ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે !
કોરોના વાયરસ ની મહામારી માં અનેક લોકો ને ભોજન અને અનાજ મળી રહે તમાટે અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે રોડ ગલીઓ ખુલ્લા પ્લોટ માં રહેલા અબોલા પશુ પક્ષીઓ ને કોણ ભોજન આપતું હશે, વડોદરા ના માંજલપુર ના કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલા ભૂખ્યા પશુ પક્ષીઓ ને ભોજન પોહચાડવામાં આવી રહ્યું છે, લોકડાઉન માં વડોદરા ના માંજલપુર મકરપુરા GIDC એસ્ટેટ માં રહેતા મૂંગા અબોલા પશુ પક્ષીઓ ને કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે,
કર્તવ્ય ચેરીટેબલ ના મુકેશસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોરોના ના લોકડાઉન મા અમારી ગાડી ની રાહ જોઈ ને બેઠેલા મૂંગા પ્રાણીઓ માટે “On Duty” કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને માંજલપુર યુવા સંગઠન ” દ્વાર સતત આજે ” 30 દિવસ”થી મૂંગા અબોલ પ્રાણીઓ,પક્ષીઓને જમવાનું આપી તેમની ભૂખ મિટાવી રહ્યા છે,
વધુ માં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા માં અનેક મુશ્કેલી ના સમય માં લોકો ની સેવા માટે સતત તત્પર રહે છે, અનેક સામાજિક સેવા કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી રહી છે,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA