લોક ડાઉનનો ભંગ કરી ક્રિશ એન્ટરપ્રાઇઝ નામની ઇલેક્ટ્રીક દુકાનના સંચાલક પોતાનુ ઇલેકટ્રીક સામાનનો શોરૂમ ખુલ્લુ રાખી વેચાણ કરતા સંચાલકને તેમજ કર્મચારીઓસાથે પકડી પાડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
હાલમા વિશ્વભરમાં નોવેલ કોરાના વાયરસ કોરીડ ૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. અને ભારતમાં પણ વધારે કેસો નોંધાયેલ છે. અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમાયતરે નોવેલ કોરાના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરાના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકારે રેડ ઝોન જાહેર કરેલ હોય જે તકેદારીના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ કમિશ્નર સાહેબ દ્વારા લોકોને એકત્રીત નહી થવા, મોલ, મલ્ટીપ્લેટ, સિનેમા
ગૃહો, શોરૂમ બંધ કરવા, તેમજ લોકોની વધારે અવર જવર હોય તેવા તમામ સ્થળો બંધ કરવા જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ હોય તેમજ લોક ડાઉનનું ઉલ્લઘંન કરી તદ્દન બીન જરૂરી શોસીયલ ડીસ્ટન્સીંગ વગર વેપાર ધંધો કરતા હોય તેવા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની સુચના CP શ્રી અનુપમસિંઘ ગહલૌત તથા JCP શ્રી કેશરીસિંહ ભાટીનાઓ તરફથી મળેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ જાડેજા તેમજ ACP શ્રી ડી. એસ. ચૌહાણનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે.પટેલ તથા શ્રી એ.બી.જાડેજાનાઓની દોરવણી હેઠળ માણેજા ક્રોસીંગ પાસે સોપર્સ પ્લાઝા નામના કોમ્પલેક્ષમાં આવેલ દુકાન
નં.૧૧,૧૨, ક્રિશ એન્ટરપ્રાઇઝ નામના ઇલેક્ટ્રીક સરસામાનનો શોરૂમ કોઇપણ જાતની મંજુરી વગર ખુલ્લુ રાખી નિયમ કરતા વધુ કર્મચારીઓ દુકાનમાં રાખી સોશીયલ ડીસ્ટન્સીંગ તથા હેન્ડ ગ્લોઝ નહી પહેરી મે.પોલીસ કમિશ્નર સા.શ્રીના પ્રસિધ્ધ કરેલ જાહેરનામા નો ભંગ કરી હાજર મળી આવેલ હોય સંચાલક તથા કામ કરતા કર્મચારીઓ વિરૂધ્ધ મકરપુરા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર ખાતે ગુનો રજીસ્ટર કરાવી
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલા સંચાલક તથા કર્મચારીઓના નામ-સરનામા
(૧) સંચાલક:- પ્રમોદભાઇ જેઠાનંદ દાસવાણી રહે. ૧૦૩, ટાવર ‘ઇ’, શીવાભી લકઝરીયસ ફ્લેટ, માણેજા,
વડોદરા શહેર
(૨) જયેશ અરવિંદભાઇ ટેલર રહે. ૩૯, શિવનગર સોસાયટી, ગાંધી પાર્ક પાસે, માણેજા ક્રોસીંગ, વડોદરા
શહેર
(૩) યોગેશભાઇ વસંતભાઇ ચૌહાણ રહે. ૫૩૦, માધવનગર, આજવા રોડ, વડોદરા શહેર
(૪) ભોજરાજ મગનમલ વસમાણી રહે. એ/૪૦૧, રાજરત્ન પ્લેટીના ફ્લેટ, ચોથો માળ, વૈકુંઠ ચાર રસ્તા
પાસે, વાઘોડીયા રોડ, વડૉદરા શહેર
(૫) સંજયભાઇ શાંતીલાલ પરમાર રહે. ૮૨, ડ્રીમ રેસીડન્સી, સીમેન્સ કંપની પાછળ, માણેજા, વડોદરા શહેર
(૬) પ્રતિક જસવંતભાઇ ચૌહાણ રહે. ૫૧૩, માધવનગર, આજવા રોડ, વડોદરા શહેર
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA