ગુજરાતદેશ દુનિયા

મજુરો ભરેલી બે ટ્રક અથડાતા ૨૪ના ઘટનાસ્થળે મોત , ઉત્તરપ્રદેશમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી સનસનાટી મચી

મજુરો ભરેલી બે ટ્રક અથડાતા ૨૪ના ઘટનાસ્થળે મોત , ઉત્તરપ્રદેશમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી સનસનાટી મચી

લોકડાઉનની વચ્ચે ઘેર પાછા ફરી રહેલા કેટલાંક મજૂર શનિવારે સવારે ઓરૈયામાં ભયંકર અકસ્માતનો ભોગ બન્યા છે. ઉત્તરપ્રદેશના ઓરૈયા જિલ્લામાં એક ટ્રક બીજા ટ્રકને અથડાઈ ગઇ હતી. આ અકસ્માતમાં ૨૪ મજૂરોના મોત થયા છે. મૃતક આ ટ્રકમાં જ સવાર હતાં. આ ઘટના બાદ ઘાયલોને નજીકની હોસ્પટિલમાં પહોંચાડ્યા છે. આ તમામ રાજસ્થાનથી આવી રહ્યા હતા અને બિહાર – ઝારખંડ જઈ રહ્યા હતા. આ ઘટનાની માહિતી મળ્યા બાદ વહીવટી તંત્ર હચમચી ગયું છે. આનન-ફાનન પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ૨૪ લોકોના મોત થયા છે. જ્યારે ૨૨ જેટલા ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે તો ૧૫ ગંભીર ઈજાગ્રસ્તોને સેફૈઈ પીજીઆઈ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ સામે આવેલી એક તસવીરમાં મજૂરોના સામાનનો ઢગલો જાવા મળી રહ્યો છે. આ ઘટના અંગે ઓરૈયાના એસપીએ જણાવ્યું હતું કે, આ ઘટના વહેલી સવારે ૩ થી ૪ વાગ્યાની વચ્ચે બની છે. અત્યારે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. કેટલાક ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યારે જે લોકોની સ્થિતિ ગંભીર છે. તેમને સૈફઈ માટે રિફર કરાયા છે. આ ઘટનાનો ભોગ બનેલા મોટાભાગના લોકો બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના હતા. આ દુર્ઘટનાની જાણ થતાં જ યુપી સીએમ કાર્યાલય પણ ત્વરિત હરકતમાં આવ્યું હતું અને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને ઘટનાનો સમગ્ર અહેવાલ માગ્યો હતો. સીએમ યોગીએ પીડિતોને દરેક પ્રકારની સંભવ મદદ આપવા માટે નિર્દેશ આપ્યા છે. તેમજ કાનપુરના આઈજીને તત્કાલ ઘટનાસ્થળે પહોંચીને રાહતકાર્યની દેખરેખ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ઓરૈયા જિલ્લાના એડિશન એસપી કમલેશકુમાર દીક્ષિતે કહ્યું કે, આ ઘટનામાં અત્યાર સુધીમાં ૨૪ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ રોડ અકસ્માત વહેલી સવારે થયો છે. જેમાં ૧૫થી વધુ લોકોને સૈફઈ રિફર કરાયા છે. જ્યારે ૨૧ લોકોને ઓરૈયા સ્થિત જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. સ્થળ પર તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજર છે. બીજીબાજુ મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં શુક્રવાર મોડી રાત્રે રોડ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. આ મજૂર મહારાષ્ટ્રથી ઉત્તરપ્રદેશ જઈ રહ્યા હતાં. એટલું જ નહીં આ રોડ અકસ્માતમાં ૧૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ રોડ અકસ્માત મધ્યપ્રદેશના ગુના બાઈપાસ પર થયો. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે, ૨૪ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ૨૨ ઘાયલ થયા હતા.

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button