આરોગ્યગુજરાતગેજેટ એન્ડ ઓટોજીવનશૈલીવ્યાપાર

એક લાખની લોન માત્ર બે ટકા વ્યાજે ૩ વર્ષ માટે આપવા પહેલ , નાના માણસો-ધંધો-વેપારની સ્થગિત થઇ ગયેલી આર્થિક સાયકલના ચાલકબળ સહકારી બેંક ક્ષેત્ર બને તે જરૂરી

એક લાખની લોન માત્ર બે ટકા વ્યાજે ૩ વર્ષ માટે આપવા પહેલ , નાના માણસો-ધંધો-વેપારની સ્થગિત થઇ ગયેલી આર્થિક સાયકલના ચાલકબળ સહકારી બેંક ક્ષેત્ર બને તે જરૂરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જિલ્લા સહકારી બેન્કો, અર્બન કો-ઓપરેટીવ બેન્કસ અને ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીઝના પદાધિકારીઓને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં સક્રિય સહભાગીતાથી નાના માણસો, નાના-છૂટક ધંધા વ્યવસાયકારોની સ્થગિત થઇ ગયેલી આર્થિક સાયકલના ચાલકબળ લૂબ્રિકન્ટ બનવા પ્રેરક આહવાન કર્યુ છે. મુખ્યમંત્રીએ રાજ્યના સહકારી બેન્કીંગ ક્ષેત્રના સૌ આગેવાનો સાથે વિડીયો કોન્ફરન્સીંગ સંવાદ કરીને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં તેમના સહયોગને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાત દેશમાં વેપાર-ઊદ્યોગ, નિકાસ, એફડીઆઇ, જીડીપીમાં અગ્રેસર રહેલું છે. ઉત્તમથી સર્વોત્તમની આપણી ગતિ અને દિશામાં બે માસથી કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીએ થોડીક રૂકાવટ ઊભી કરી છે. તેમણે આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતે અને ગુજરાતીઓએ પોતાના આગવા ખમીર અને ઝમીરથી ભૂકંપ, વાવાઝોડું, પૂર હોનારત જેવી આપદામાંથી માર્ગ કાઢી વિકાસની અવિરત ગતિ આગળ ધપાવી જ છે. હવે, કોરોનાની આ સ્થિતીમાં બે-અઢી મહિનાથી જે આર્થિક સાયકલ સ્થગિત થઇ ગઇ છે તેને ચાલકબળ આપવા, ખાસ કરીને નાના માણસો, નાના વેપાર-ધંધા રોજગાર કરનારાઓને ફરી બેઠા કરવા રાજ્ય સરકાર આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાથી સહકારી ક્ષેત્રોના સથવારે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, કોરોના અને લોકડાઉનની સ્થિતીમાં સૌથી વધુ મુશ્કેલી આવા નાના વ્યવસાયકારો, વ્યકિતગત કારીગરો, ધોબી, વાળંદ, મોચી, દરજી કામ કરનારા વગેરેને પડી છે ત્યારે તેમનો હાથ ઝાલી તેમને બેઠા કરવા અને આત્મનિર્ભરતાથી આર્થિક આધાર આપવામાં આ યોજના નાના માણસ માટે મોટું પેકેજ રૂપ પૂરવાર થશે. તેમણે જણાવ્યું કે, આવા નાના કારીગરો, વ્યવસાયીકો, દુકાનદારો સાથે સહકારી ક્ષેત્રનો ધરોબો હોય છે. એટલું જ નહિ, છેક ગ્રામીણ સ્તર સુધી વિસ્તરેલી સહકારી બેન્કીંગ પ્રવૃત્તિમાં આવા માણસોનો પોતીકાપણાનો ભાવ અને ભરોસો પડેલો છે. સામાપક્ષે સહકારી બેન્કીંગ ક્ષેત્રના આગેવાનો, સભાસદોમાં પણ આવો એકબીજાને ઊભા કરવાનો અને સેવાનો સહકાર ભાવ છે ત્યારે, આવી લોન સહાય આપવામાં કે નાના કારીગરોને તે મેળવવામાં કોઇ કચાશ નહિ રહે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, સામાન્યતઃ બજારમાં ૧૦ થી ૧ર ટકાના વ્યાજ દરે મળતી આવી લોન સહકારી બેન્કો માત્ર બે ટકાએ આપીને નાના વ્યવસાયકારોની સંવેદનામાં ભાગીદાર બની છે. રાજ્ય સરકાર પણ બાકીના ૬ ટકા એટલે કે ત્રણ વર્ષ માટે ૧પ થી ૧૮ હજાર રૂપિયા ભોગવીને નાનો માણસ ઝડપભેર પગભર થાય તેની ચિંતા કરે છે તેમ તેમણે ઉમેર્યુ હતું. વિજય રૂપાણીએ સહકારી બેન્કીંગ ક્ષેત્રના સભાસદોને પણ એવો અનુરોધ કર્યો કે આ સભાસદો પોતાના વિસ્તારના આવા નાના-નાના ધોબી, વાળંદ, મોચી, સર્વિસ સેકટરના વ્યવસાય, ધંધો-વેપાર કરનારા લોકોને બેંકો સાથે જોડીને વધુને વધુ લોકોને લોન મળે તેવું દાયિત્વ નિભાવે. મુખ્યમંત્રીએ સહકારી બેન્કીંગ ક્ષેત્રની શાખ-પ્રતિષ્ઠાને બિરદાવતા ઉમેર્યુ કે, આવા નાના અને જરૂરતમંદ લોકોની વિપદામાં પડખે ઊભા રહેવાની ઇશ્વરે તેમને જે તક આપી છે તેને ઇશ્વરીય કાર્ય અને સદભાગ્ય સમજી સહકારી બેન્કીંગ ક્ષેત્રનો પ્રત્યેક વ્યકિત ઉપાડી લે તે જરૂરી છે. તેમણે વિના સહકાર નહિં ઉદ્ધારના ધ્યેયમંત્ર સાથે નાના માણસોની આર્થિક ગતિવિધિઓને વેગ આપવા અને સૌ સાથે મળીને કોરોના સામેનો જંગ જીતવા પણ પ્રેરણા આપી હતી. અર્બન કો-ઓપરેટીવ બેન્ક ફેડરેશનના અધ્યક્ષ જ્યોતિન્દ્રભાઇ મહેતા અને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન અજયભાઇ પટેલે સમગ્ર સહકારી બેન્કીંગ ક્ષેત્ર આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં સંપૂર્ણ સહયોગ અને ત્વરિત લોન આપવામાં સક્રિય રહેશે તેવી ખાતરી આપી હતી. આગામી ર૧મી તારીખથી આ લોન સહાય મેળવવા માટેના ફોર્મ રાજ્યભરમાં અર્બન કો-ઓપરેટીવ બેંક, જિલ્લા સહકારી બેંક અને ક્રેડીટ સોસાયટીઝની શાખાઓ મળી ૯ હજાર જેટલી જગ્યાએથી મળશે એની પણ ભૂમિકા તેમણે આપી હતી. તેમણે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીએ કોરોનાની સ્થિતીને કારણે નાના ધંધો-રોજગાર વ્યવસાયકારોને પૂનઃ પૂર્વવત કરવા મોટો આર્થિક આધાર આપવા કરેલી આ યોજનાકીય પહેલને બિરદાવી હતી. રાજ્યભરના સહકારી બેન્કીંગ ક્ષેત્રના અગ્રણીઓ, પદાધિકારીઓ, સભાસદો આ વિડીયો કોન્ફરન્સીંગમાં સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ફેઇસબૂકથી જોડાયા હતા.

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button