રનોલી ખાતે આવેલ ઓરિયન્ટલ મેનુફેક્ચર્સ કંપની ગેરકાયદેસર કામ કરવામાં બેફામ બની?
રણોલી જર્જરિત બ્રિજ ઉપર થી હજારો કિલો વજનદાર ગડર જાહેરનામાં નો ભંગ કરી ને મોડી રાત્રે કાઢતા ભાંડો ફૂટ્યો!
કોરોના ના લોકડાઉન માં એકલતાનો ફાયદો ઉઠાવી રાત્રી ના સમય માં DGP ના કરફ્યુ ના જાહેરનામા નો ભંગ કરી ગેરકાયદેસર હજારો ટન વજન વાળું ભારદારી વાહન જર્જરિત બ્રિજ ઉપર થી નીકાળતા સ્થાનિકો નો વિરોધ,
ઓરિયન્ટલ કંપની એ આ બનાવ પહેલાપણ ગેરકાયદેસર કેટલીય વખત આ જર્જરિત બ્રિજ ઉપર થી પોતાના ખાનગી ભારદારી વાહનો નીકળ્યા છે !વડોદરા ના રણોલી રેલવે બ્રિજ છેલ્લા ઘણા વર્ષો થી સમારકામ પર છે, બ્રિજ ની હાલત અત્યંત જર્જરિત છે,વધુમાં બ્રિજનીચેથી રેલેવે પ્રસાર થતી હોવાથી બ્રિજ ઉપર કોઈ દુર્ઘટના ના સર્જાય એના માટે બ્રિજ ની બંને બાજુ એ લોખન્ડ અને કોન્ક્રીટ ના વજનદાર બેરીકેટેડ બીમ્બ લગાવેલ છે, ટોટલ 8 બિંબ લગાવેલ છે, જેથી ફક્ત ઓછા વજન ધરાવતા ખાનગી વાહનો અને નાના કોમર્શિયલ વાહનો પ્રસાર થઈ શકે એટલીજ જગ્યા રાખેલ હતી. કાચબા ગતી થી કેટલાય વર્ષો થી બ્રિજ બનાવવાનું ચાલતું કામ મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં બ્રિજ નું કામ પૂર્ણ નથી થયું,
જાહેરનામાં નો ભંગ કરી રાત્રે ગેરકાયદેસર થોડા મહિના પહેલા અને ગત મોડી રાત્રે વજનદાર ગડર વાહન પ્રસાર કરવામાં આવ્યું, આ ગડર રનોલી પાસે આવેલ ઓરિયન્ટલ મેનુફેક્ચર્સ કંપની માંથી નીકાળવામાં આવ્યું હતું,
પ્રાપ્ત વિગત અનુસાર રણોલી સ્ટેશન પાસે આવેલ ઓરિયન્ટલ મેનુફેક્ચર્સ કંપની દ્વારા બ્રિજ ના ઉપર મુકેલ કોન્ક્રીટ લોખંડ ના બીમો ને બ્રિજ ના બંને તરફ ગત મોડી રાત્રે હટાવી, ઓરિયન્ટલ મેનુફેક્ચર્સ કંપની દ્વારા તેની કંપની માં બનેલ હેવી જોબ જે કોમર્શિયલ વેહિકલ (ગડર) આ બ્રિજ ઉપર થી પસાર કરી હાઇવે ઉપર ગેરકાયદેસર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્થાનિકો ને ખબર પડતાં ની સાથેજ સ્થાનિકો બ્રિજ ઉપર દોડી આવ્યા હતા, રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા ભારદારી ગડર ને બ્રિજ ઉપર રોકી દેવામાં આવ્યું હતું, અમુક સ્થાનિક આગેવાનો ની મિલીભગત થી ઓરિયન્ટલ મેનુફેક્ચર્સ કંપની ના ભારદારી ગડર જર્જરિત બ્રિજ ઉપર થી નીકળવામાં આવતા રોષે ભરાયેલા સ્થાનિકો એ બ્રિજ ઉપર જતા આ ભારદારી વાહન ને અટકાવ્યું હતું
સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું કે આ હેવી જોબ જે કોમર્શિયલ વેહિકલ બ્રિજ પરથી પસાર થઇ રહ્યું હતું ત્યારે આખો જર્જરિત બ્રિજ ધ્રુજાર મારતો હતો ! કોઈ ના પણ જીવ ની પરવાહ કર્યા વગર જાનની જોખમે ગેરકાયદેસર આ ઓરિયન્ટલ મેનુફેક્ચર્સ કંપની દ્વારા આ હજારો ટન વજનદાર જોબ (ગડર) જર્જરિત બ્રિજ ઉપરથી કાઢવામાં આવતા રોકી દેવાયો હતો,
રનોલી બ્રિજ ઉપર રાખેલા લોખન્ડ અને કોન્ક્રીટ ના વજનદાર બેરીકેટેડ ને કોઈ ક્રેન થી ઉઠાવી મોટું હેવી વેહિકલ કાઢવા જતા કમિશનર શ્રી ના જાહેરનામા નો ભંગ કરી ગેરકાયદેસરના ઓરીએન્ટલ કંપની નું હેવી કોમર્શિયલ વેહિકલ કાઢવાની જાણ થતાં PWD ના અધિકારી દેવલિયા અને વિકાસ મેકવાન એ જણાવ્યું હતું કે અમો દ્વારા આ ગેરકાયદેસર જાહેરનામાં નો ભંગ કરી ગેરકાયદેસર નીકાળવામાં આવતા ભારદારી જોબ (ગડર) સામે ઓરિયન્ટલ કંપની વિરુદ્ધ માં પોલીસ માં ફરિયાદ આપવાના છે! વધુ માં જણાવ્યું હતું કે અમો દ્વારા વારંવાર ભારદારી કોન્ક્રીટ બિંમ મુકવામાં આવ્યા હોવા છતાં એને હટાવીને લોકો ભારદારી વાહનો પ્રસાર કરી રહયા છે,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/