મુખ્યમંત્રી જાહેર કરેલ નિયમો , જાણો લોકડાઉંમાં ક્યાં કેટલી છુટછાંટ આપવા આવી
મુખ્યમંત્રી જાહેર કરેલ નિયમો , જાણો લોકડાઉંમાં ક્યાં કેટલી છુટછાંટ આપવા આવી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે લોકડાઉન-૪ અંગેની ગાઇડલાઇનની જાહેરાત કરી હતી. સતત બે દિવસ ચર્ચા કર્યા બાદ આજે ગાઇડલાઇન રજૂ કરવામાં આવી હતી. આવતીકાલથી ૩૧મી મે રવિવાર સુધી ગાઇડલાન્સનો રાજ્યમાં અમલ કરી શકાશે. કેન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારો એમ બે ભાગ પાડીને રાજ્ય સરકારે કોરના સંક્રમણને કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિઓ-રોજિંદી જીવન વ્યવહાર પ્રવૃત્તિઓને ગાઇડલાઈનને આધિન છુટછાટો આપવામાં વ્યુહ અપનાવ્યો હતો. નવી ગાઇડલાઈનના મુખ્ય મુદ્દા નીચે મુજબ રહ્યા હતા.
• કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં
• કન્ટેન્ટમેન્ટ ઝોનની યાદી કેસોની સંખ્યાના આધારે ફેરફારને પાત્ર રહેશે
• સમગ્ર ગુજરાતમાં કન્ટન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં સવારના ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણ માટે છૂટ આપવામાં આવશે
• કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે
• ભારત સરકારના ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો કડક અમલ કરાશે
• કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર પણ અમૂક બાબતોમાં છૂટછાટ મળશે નહિં
• આ બાબતોમાં શૈક્ષણિક સંસ્થાઓ, કોચીંગ ક્લાસ, જિમ, સ્વીમીંગ પૂલ, બાગ – બગીચા, શોપિંગ મોલ, થિયેટર, ધાર્મિક અને જાહેર મેળાવડાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ રહેશે-સંક્રમણ ન રહે
• હાલ, શાકભાજી તેમજ આવશ્યક વસ્તુઓના વેચાણ સિવાયના ફેરિયાઓ, સીટી બસ સેવાઓ અને ખાનગી બસ સેવાઓને પણ મંજૂરી આપવામાં આવી નથી
• આરોગ્ય, પોલીસ, સરકારી કામકાજ અંગે વપરાશમાં લેવાતી હોય કે કોરેન્ટાઈન ફેસેલિટી તરીકે ઉપયોગમાં લેવાતી હોય તે સિવાયની હોટેલો બંધ રહેશે
• કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર આ સિવાયની ગતિવિધિઓમાં મોટાપાયે છૂટછાટ આપવામાં આવશે
• અમદાવાદ અને સુરત સિવાય રાજ્યમાં સમગ્ર રાજ્યમાં ઓટો રિક્ષાઓ ચાલુ કરવા દેવાશે
• બીજા તબક્કામાં આ બે શહેરો અંગે નિર્ણય કરવામાં આવશે
• એક રિક્ષામાં વધુમાં વધુ બે પેસેન્જર બેસાડી શકાશે
• માર્કેટ એરિયા કે શોપિંગ કોમ્પલેક્ષમાં દુકાનો ઓડ અને ઈવન નંબર પ્રમાણે વારાફરથી ખોલવાની રહેશે
• એટલે કે ૫૦ ટકા દુકાનો એક દિવસે અને ૫૦ ટકા દુકાનો બીજા દિવસે ખૂલી શકશે
• દુકાનમાં કોઈપણ સમયે એક સાથે પાચં કરતા વધુ ગ્રાહકો રહિ શકશે નહિં
• કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા શ્રમિકો, દુકાનદારો કે કર્મચારીઓ કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર અવર-જવર કરી શકશે નહિં
• સાબરમતી નદીની પશ્રિમે આવેલા અમદાવાદ નગરમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર આર્થિક ગતિવિધિઓ વેપાર, ધંધા, ઓફિસો ચાલુ કરવા દેવાશે
• અમદાવાદ મહાનગરના પૂર્વ વિસ્તારોમાં આવી છૂટછાટ આપવામાં આવી નથી
• સમગ્ર ગુજરાતમાં એસટી બસો શરૂ કરી દેવાશે પરંતુ અમદાવાદ શહેરમાં બસોને આવવા કે જવા દેવાશે નહિં
• લગ્ન સમારોહ માટે વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓને મંજૂરી અપાશે
• કોઈ મૃતકના અંતિમ સંસ્કાર વિધિ માટે ૨૦ વ્યક્તિઓને અનૂમતિ અપાશે
• કેન્ટેન્ટમેન્ટ ઝોન બહાર પાનની દુકાનો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ માત્ર ટેઈક અવે ને મંજૂરી આપવામાં આવશે
• વાળંદની દુકાનો – બ્યૂટી પાર્લર અને સલૂન સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાની શરતે શરૂ કરવા દેવાશે
• સમગ્ર રાજ્યમાં ૬૦ ટકા કેપેસિટી સાથે પબ્લીક લાયબ્રેરી શરૂ કરવાની છૂટ આપવામાં આવશે
• કેબ, ટેક્ષી અને કેબ એગ્રીગ્રેટર્સની સેવાઓ કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર વધુમાં વધુ બે પેસેન્જર સાથે ચાલુ કરવા દેવાશે
• પરંતુ અમદાવાદ શહેરમાં હાલ પૂર્વ વિસ્તારમાં કેબ અને ટેક્ષીની સેવાઓ બંધ રાખવામાં આવશે
• સમગ્ર રાજ્યમાં રેસ્ટોરન્ટ માત્ર હોમ ડીલીવરી કરવાના હેતુથી ચાલુ રાખી શકાશે. પરંતુ હોમ ડિલીવરી માટે જનારા વ્યકિતનું સંપૂર્ણ આરોગ્ય પરિક્ષણ, હેલ્થકાર્ડ પણ કરાવવાનું રહેશે જેથી તે સુપર સ્પ્રેડર ન બને અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાવે
• રાજ્યમાં સિટી લિમીટ બહાર રોડ સાઈડ ઢાબાને પણ ચાલુ કરવા દેવાશે
• ૩૩ ટકા કેપેસિટી સાથે પ્રાયવેટ ઓફિસીસ પણ કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં ચાલુ કરવા દેવામાં આવશે
• પરંતુ અમદાવાદ શહેરમાં પૂર્વ અમદાવાદમાં ખાનગી ઓફિસો હાલ બંધ રાખવાની રહેશે
• તમામ રિપેર શોપ, ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશન્સ સમગ્ર રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય કાર્યરત કરી શકાશે
• પ્રાયવેટ કાર અને ટૂ વ્હીલર્સને કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં છૂટછાટ મળશે
• ટૂ વ્હીલરમાં એક જ વ્યક્તિ અને ફોર વ્હીલરમાં ડ્રાયવર ઉપરાંત બે વ્યક્તિઓ અવર – જવર કરી શકશે
• સુરતમાં ઓડ – ઈવન નંબર પ્રમાણે ટેક્ષટાઈલ માર્કેટ ચાલુ કરી શકાશે
• ડાયમન્ડ, વિવિંગ અને પાવર લૂમ્સ યુનિટોને પણ ૫૦ ટકા સ્ટાફ સાથે ચાલુ કરવા દેવાશે પરંતુ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું આવશ્યક રહેશે
• સમગ્ર ગુજરાતમાં માલવાહક વાહનો ગુડ્સ ટ્રાન્સપોર્ટને પરવાનગી આપવામાં આવશે
• આ સૂચનાઓ – ગાઈડલાન્સ ૧૯મી મે મંગળવારથી ૩૧મી મે રવિવાર સુધીના સમય માટે અમલમાં રહેશે
• આ બધી જ સૂચનાઓ સાથો સાથ સમગ્ર ગુજરાતમાં જાહેરમાં થૂંકનારા વ્યક્તિને ૨૦૦નો દંડ કરાશે તેમજ જાહેરમાં માસ્ક નહિં પહેરનારાઓને પણ ૨૦૦ રૂપિયા દંડ કરાશે
સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)