મહિલાનો મૃતદેહ ટોયલેટમાં ચાર કલાક સુધી પડ્યો રહ્યો , અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી સામે આવી
મહિલાનો મૃતદેહ ટોયલેટમાં ચાર કલાક સુધી પડ્યો રહ્યો , અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી સામે આવી
(DEMO IMAGE)
કોરોનાની સારવાર માટે સિવિલમાં બનાવેલી કોવિડ-૧૯ હોસ્પિટલમાંથી અનેક બેદરકારીના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે સિવિલમાં કોરોનાના દર્દીઓની સારવામાં કરાતી બેદરકારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં અસારવા સિવિલના કિડની વોર્ડમાં બનાવેલી કોવિડ-૧૯ હોસ્પિટલમાં ટોઈલેટ કમોડ પર કોરોનાગ્રસ્ત મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. રવિવારે લોકલ ગ્રુપમાં ફરતા થયેલો આ વિડીયો હોસ્પિટલ સત્તાધિકારીઓની ગંભીર બેદરકારીની પોલ ખોલે છે આ વિડીયો ઉપરાંત સિવિલનો વધુ એક વિડીયો પણ વાયરસ થયો છે. જેમાં એક આધેડ ઉંમરની મહિલાને ઝાડા થઈ ગયા છે અને લોહીથી લથપથતા બેડ પર તે પડી છે. રવિવારે બપોરે આ મહિલાનું કોવિડ-૧૯ના કારણે મોત થઈ ગયું અને પરિવાર હજુ સુધી તેનો મૃતદેહ લેવા માટે આમથી તેમ ભટકી રહ્યો છે. ખાડિયા-જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને આ વિડીયો મળ્યો હતો. તેમણે જણાવ્યું કે અન્ય દર્દી પાસેથી તેમને વિડીયો મળ્યો હતો. દર્દીએ તેમને જણાવ્યું, મહિલા દર્દી ટોઈલેટ માટે ગયા હતા અને ચાર કલાક થવા છતાં તેઓ પાછા નહોતા આવ્યા. હોસ્પિટલમાં એડમિટ મારા એક મિત્રએ મને ફોન કર્યાે અને આ વિશે જણાવ્યું અને આશંકા દર્શાવી કે મહિલા મરી ગયા હોઈ શકે છે. ઇમરાન કહે છે કે, આ બાદ મેં હોસ્પિટલના તંત્રને ફોન કર્યાે અને તેમણે તપાસ કરતા કમોડ પર મહિલાનો મૃતદેહ મળ્યો. આ ખૂબ જ ડરામણું મોત છે અને તે સિવિલ હોસ્પિટલના અધિકારીઓની બેદરકારીથી થયું. એક કોરોના દર્દી ટોઈલેટ માટે જાય છે અને કલાકો સુધી પાછું આવતું નથી છતાં હોસ્પિટલ સ્ટાફને ચિંતા નથી થતી કે તેને શું થયું હશે ? આ ઉપરાંત ૬૪ વર્ષના મહિલા શકરી પટણીનો વિડીયો પણ વાયરલ થયો છે. જેમાં તેમને બ્લીડીંગ થઈ રહ્યું છે. તેમનો દીકરો નરેશ પટણી રેલવે કર્મચારી છે. મહિલાના પતિ શંકર પટણીને પણ પરિવારના અન્ય સભ્યો સાથે કોરોનાની સારવાર માટે ૨૪ એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. શેકરનું ૨૫મી એપ્રિલે મોત થયું જ્યારે નરેશ અને અન્ય બે પરિવારના સભ્યોને રિક્વરી બાદ રજા આપી દેવાઈ પરંતુ નરેશની માતા હોસ્પિટલમાં એડમિટ હતા અને તેમની સ્થિતિ વધારે ગંભીર બની રહી હતી. નરેશ કહે છે કે, અમે તેમનું ધ્યાન રાખી રહ્યા હતાં. શનિવારે રાત્રે તેઓ લોહીવાળા બેડમાં ત્રણ કલાક સુધી સૂતા હતાં. રવિવારે અમને જાણકારી અપાઈ કે તેમનું બપોરે ૧ વાગ્યે મોત થઈ ગયું છે. મૃત્યુના આઠ કલાક પણ અમને મૃતદેહ આપવામાં નથી આવ્યો.
સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)