ગુજરાતદેશ દુનિયા

નર્મદા વિકાસ મંત્રીશ્રી એ જિલ્લા વહીવટી તંત્ર મહાનગર પાલિકા અને પોલીસ તંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિ ની કરી સમીક્ષા

નર્મદા વિકાસ મંત્રીશ્રી એ જિલ્લા વહીવટી તંત્ર મહાનગર પાલિકા અને પોલીસ તંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિ ની કરી સમીક્ષા…

આગામી ચોમાસાને અનુલક્ષીને જરૂરી તમામ પૂર્વ તૈયારીઓ પૂરી કરવા અને પૂર્વ તથા દક્ષિણ વિસ્તારની પીવાના પાણીની મુશ્કેલીઓનું યોગ્ય નિરાકરણ આણવા મહાનગર પાલિકાને સૂચના આપી ,નર્મદા વિકાસ રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે આજે વડોદરા મહાનગર પાલિકાના કમિશનરશ્રી નલીનભાઇ ઉપાધ્યાય,પોલીસ કમિશનરશ્રી અનુપમસિહજી, જિલ્લા કલેકટરશ્રી શ્રીમતી શાલિની અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી,જિલ્લા પોલીસ વડા સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે લોક ડાઉન 4 ની છૂટછાટો બાદની પરિસ્થિતિની પ્રાથમિક સમીક્ષા તેમજ ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા,આગામી ચોમાસા ને અનુલક્ષીને શહેર અને જિલ્લામાં પૂર્વ તૈયારીઓ તેમજ ખેતીવાડી, વીજળી, નાગરિક પુરવઠા,આરોગ્ય સહિતની બાબતોનો વિગતવાર વિચારવિમર્શ કરીને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે લોક ડાઉન હળવું કરવાના પગલે સમુચિત વ્યવસ્થા જળવાય,નાગરિકોને સુવિધા મળી રહે એ માટે સંકલિત કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો.
તેમણે ખાસ કરીને આગામી ચોમાસાં ને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા તાત્કાલિક કાંસો અને કેચ પિટ ઇત્યાદિ ની સઘન અને અસરકારક કામગીરી હાથ ધરે, પ્રતાપપુરા ની વન વિભાગને સાથે રાખીને ઝાડી ઝાંખરાના અવરોધો ના નિવારણ સાથે ઉચિત સફાઈ કરાવે અને શહેરના પૂર્વ અને દક્ષિણ વિભાગની પીવાના પાણીની મુશ્કેલીઓના કાયમી નિરાકરણ નું સત્વરે આયોજન કરે એવો મ્યુનિસિપલ કમિશનર શ્રીને અનુરોધ કર્યો હતો.
આ તબક્કે જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ઉનાળાને અનુલક્ષીને જિલ્લામાં હેન્ડ પંપો ના સમારકામ સહિત લોક ડાઉન દરમિયાન પાણી પુરવઠા બોર્ડ,વાસ્મો દ્વારા ચાલુ રાખવામાં આવેલી કામગીરી અને આગામી ચોમાસા ને અનુલક્ષીને જિલ્લાના કાંસો,નહેરો,નદી,નાળા,તળાવોમાં થી વનસ્પતિની સફાઈ,અવરોધ નિવારણ,મજબૂતી માટે આપવામાં આવેલી સૂચનાઓ ની જાણકારી મંત્રીશ્રી ને આપી હતી.
ટેકા ના ભાવ કૃષિ ઉત્પાદનોની પુરવઠા નિગમ દ્વારા ખરીદીની વ્યવસ્થાની તેમને જાણકારી આપવામાં આવી હતી .
મંત્રીશ્રી એ શહેર અને જિલ્લા પોલીસ નવી છૂટછાટો ના પગલે દુકાનો ખુલ્લી રાખવાના સમય ગાળા દરમિયાન સોશીયલ ડિસ્ટન્સ જળવાય,ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે વેચાણ વ્યવસ્થા જળવાય એમાં મદદરૂપ બનવા અનુરોધ કરવાની સાથે સાંજના 7 થી સવારના 7 દરમિયાન કરફ્યુનો કડક અમલ કરાવવા અને શહેરના પ્રવેશ માર્ગો થી થતી અવર જવરના પર યોગ્ય નિગરાની રાખવા જણાવ્યું હતું અને પોલીસ કમિશનરશ્રી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીને સમુચિત વ્યવસ્થાનો અનુરોધ કર્યો હતો.
ખેડૂતો દ્વારા ખેતી માટે ટ્રેકટર ખરીદવામાં આવે તે વખતે જ તેના આર.ટી. ઓ.રજીસ્ટ્રેશન ની સંકલિત વ્યવસ્થા ગોઠવવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરીને જણાવ્યું હતું. ગ્રામ સેવકો અને સેજાના ખેડૂતો પરસ્પરના સંપર્કમાં રહે અને ખેતીવાડીની યોજનાઓનો ખેડૂતો સરળતા થી લાભ લઈ શકે એ માટેની વ્યવસ્થાની જાણકારી જિલ્લા વિકાસ અધિકારીએ આપી હતી.
મંત્રીશ્રી એ ચોમાસાં ને અનુલક્ષીને વીજ લાઇનો ની સુધારણા અને મજબૂતી કરણ,વીજ થાંભલાઓ સીધા કરવા,ઝૂલતા વીજ વાયરો ને સલામત બનાવવા,મહાનગરપાલિકાના રસ્તા અને પુલો ના કામો ચાલુ કરવા,રસ્તાઓની સુધારણા કરવા સહિત વિવિધ દિશા નિર્દેશો આપ્યા હતા.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી નલીનભાઇ ઉપાધ્યાય,પોલીસ કમિશનર અનુપમસિંહજી,જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી,જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુધીર દેસાઈ સહિત કૃષિ,સહકાર,આરોગ્ય જેવા વિભાગોના અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રીશ્રી ને વિગતવાર જાણકારી આપી હતી.

 

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button