ઉંડેરા પંચાયત ખાતે કોંગ્રેસે પરપ્રાંતીય મજૂરો ને વતને જવા માટે ટ્રેન નું ભાડું ચૂકવ્યું !
ઉંડેરા પંચાયત ખાતે કોંગ્રેસે પરપ્રાંતીય મજૂરો ને વતને જવા માટે ટ્રેન નું ભાડું ચૂકવ્યું !
કોરોના ની મહામારી માં અનેક શ્રમિકો ગુજરાત અને બીજા અન્ય રાજ્ય માં અટવાયા છે, અમુક પરપ્રાંતીય શ્રમિકો પાસે ટીકીટ ના પૈસા ના હોવાથી વતને જવામાં ખુબજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે, આ પ્રારપ્રાંતિયો શ્રમિકો ને વ્હારે વડોદરા જીલ્લા અને તાલુકા કોંગ્રેસ આવી છે, કોંગ્રેસ ના હોદ્દેદારો દ્વારા આ શ્રમિકો ને બસ ટ્રેન નું ભાડું ચુકવાઇ રહ્યું છે, ઓલ ઈન્ડીયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનિયા ગાંધીજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીતભાઈ ચાવડા દ્વારા જાહેર કરવામાં આવેલ પરપ્રાંતીય મજૂરોને ભાડું ચૂકવવા બાબતે વડોદરા જિલ્લામાં પ્રમુખ સાગર કોકો બ્રહ્મભટ્ટ દ્વારા વડોદરા તાલુકાના ઉંડેરા ગામ પંચાયત ઓફીસ ખાતે કોંગ્રેંસ પક્ષના આગવાનોની હાજરીમાં પરપ્રાંતીય મજૂરોને ભાડું ચૂકવવામાં આવ્યું, આ પ્રસંગે કોંગ્રેંસ આગેવાન સંગઠન મહામંત્રી હિતેષ દેસાઈ, જયેન્દ્રસિંહ પરમાર [વડોદરા તાલુકા પ્રમુખ વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ], જશભાઈ ચાવડા [પૂર્વ સરપંચ ઉંડેરા], ડો. તખતસિંહ સોઠા[ખેડા જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ], પ્રદેશ કોંગ્રેસ મંત્રી જોગેશ્વરી મહારાઉલ, યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ચાવડા, કોગ્રેસ આગેવાન વિક્રમસિંહ મહિડા, સુનીલ પરમાર, કિરણભાઈ પુરોહિત હાજર રહ્યા હતા.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/