કોયલી ના જાદવ નગર માં યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂકાવ્યું,
કોયલી ના જાદવ નગર માં યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂકાવ્યું,
લોકડાઉન ના લીધે ઘરે રહી રહીને કેટલાય લોકો બેચેન અને માનસિક રીતે હેરાન રહે છે એવુ મનોવિજ્ઞાનિકો નું માનવું છે, તેવામાં વડોદરા ના કોયલી ગામ ના જાદવ નગર જે ધનોરા 7 નંબર ગેટ સામે આવ્યું છે, આ જાદવ નગર માં રહેતા એક 17 વર્ષીય યુવકે આજે વહેલી સવારે ફાંસી ખાઈ આત્મહત્યા કરી લીધી, યુવક ના પિતા બીજા રાજ્ય માં નોકરી કરવા ગયેલ અને લોકડાઉન થઈ જતા કેટલાક મહિનાઓ થી બીજા રાજ્ય માં ફસાયેલ છે, મૃતક યુવક ના ઘર માં અત્યારે 1 બેન 1 ભાઈ અને માતા એકલા રહે છે, પ્રાપ્ત વિગત અનુસાર ધાનુક ઉદયશંકર લગનપ્રસાદ નામના 17 વર્ષીય યુવકે ની નાની બેન ના કહેવા પ્રમાણે ધાનુક અને તેનો નાનો ભાઈ બંને રૂમ માં સાથે સુતા હતા, મૃતક ધાનુક કોઈ વ્યક્તિ સાથે ફોન પર વાત કરતો હતો આજે વહેલી સવારે 4 વાગ્યા ની આસપાસ તેના નાના ભાઈ ને રૂમ ની બહાર જબરદસ્તી મોકલી આપેલ અને પોતે રૂમ માં એકલો રહેલ , યુવકે ભાઈ ને બહાર મોકલી ફોન પર છેલ્લી કોઈ વ્યક્તિ જોડે વાત કરી રૂમ નો દરવાજો બંધ કરીને અગમ્ય કારણોસર પંખા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, સવારે 7 વાગ્યાની આસપાસ ઘર નો દરવાજો બહાર થી પરિવાર ના કોઈ વ્યક્તિએ ખોલતા યુવક પંખા ઉપર લટકેલી હાલત માં દેખાતા પરિવાર માં આઘાત લાગ્યો હતો, સ્થાનિકો ને જાણ થતાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પંખા સાથે લટકેલી હાલત માં યુવક ને સ્થાનિકો દ્વારા નીચે ઉતારી રૂમ ની બહાર લાવી સુવડાવ્યો હતો, સાથે સાથે 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ને જાણ કરી હતી, 108 એમ્બ્યુલન્સ આવી ને ડોકટરે યુવક ને મૃત જાહેર કરેલ, ઘટના સ્થળે પોહચેલ જવાહનગર પોલીસે મૃતક યુવક ની બોડી ને પોસ્ટમોર્ટન અર્થે મોકલી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/