વધતા કોરોના સક્રમન વચ્ચે નંદેસરી ખાતે આવેલ ઓરીએન્ટલ એરોમેટિક લિમિટેડ કંપનીએ મેડિકલ બાયો વેસ્ટ સીધો નિકાલ કરતા ઝડપાઇ ?
નંદેસરી ની ઓરીએન્ટલ એરોમેટિક લિમિટેડ કંપની એ કોરોના ના સંક્રમણ વચ્ચે પોતાની કંપની નો બાયો વેસ્ટ કંપની ની ગાડી માં લઈને નંદેસરી ની ખાનગી હોસ્પિટલ માં આપવા નીકળ્યા હતા, હોસ્પિટલ પોહચતા ની સાથે અમારા મીડિયા કર્મી ને જાણ થતાં તેઓ ત્યાં પોહચ્યા હતાં, નંદેસરી ની ખાનગી હોસ્પિટલ માં અમારા મીડિયા કર્મી પોહચતા ની સાથે જ હોસ્પિટલ ના સ્ટાફે આ બાયો મેડિકલ વેસ્ટ લેવાનું ના પાડી દીધી હતી, ઓરીએન્ટલ એરોમેટિક કંપની ના કર્મચારીઓ ગેરકાયદેસર નીકાળ કરવા નીકળેલા બાયો વેસ્ટ ને લઈને પાછા કંપની તરફ ફર્યા હતા,
ઓરીએન્ટલ કંપની ના કેતન પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે કોઈ પણ પ્રકાર નું બાયો વેસ્ટ નીકાળ્યું નથી, અમારા મીડિયા કર્મી સાથે પુરાવા સાથે નો વીડિયો હોવાથી કંપની ના જુઠ્ઠાના નો પર્દાફાસ થયો હતો, આવી ઉચ્ચ નામ ધરાવતી કંપનીજ કોરોના ની સલામતી બાબતે બેદરકારી રાખી રહી છે, આવી કોરોના ની મહામારી વચ્ચે આ ગેરકાયદેસ રીતે કોઈ સલામતી વિના બાયો વેસ્ટ નો સીધે સીધો નિકાલ કરવામાં નંદેસરીની ઓરીએન્ટલ એરોમેટિક કંપની બેફામ બની , સાથે સાથે સમગ્ર દેશ દુનિયા માં અત્યારે કોરોના ના ની મહામારી ચાલી રહી છે, ગુજરાત માં કોરોના ના દિવસે ને દિવસે પોઝિટિવ કેસો ની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે, લોકડાઉન 4 માં છૂટછાંટ માં કોરોના વધારે ફેલાવાનો ભય સતાવી રહ્યો છે, સરકારે ઉદ્યોગો ચાલુ કરવાની પરવાનગી આપી દીધી છે, ઉદ્યોગો એ કોરોના ને લઈને તમામ સાવચેતી ના પગલાં લેવાના હોય છે કર્મચારી ની તબિયત નું પણ ધ્યાન રાખવાનું હોય છે, બધા કર્મચારીઓ ને સેનેટાઝિંગ કરીને કંપની માં આવા અને જવા દેવા જોઈએ,
લાગે છે કે આ બધા નિયમો ને નેવે મૂકીને અમુક કંપનીઓ ગેરકાયદેસર આવા બાયો વેસ્ટ ના નિકાલ કરી રહી છે, સવાલ એ ઉભો થાય છેકે કોરોના ની મહામારી માં ઓરીએન્ટલ એરોમેટિક કંપની ને પોતાનો બાયો વેસ્ટ ક્યાં જમા કરવાની પરવાનગી આપવામાં આવી છે અને આ કંપની જે નંદેસરી ના ખાનગી હોસ્પિટલ માં આ બાયો વેસ્ટ જમા કરાવવા ગઈ હતી તે હોસ્પિટલ ને કંપનીઓ માંથી બાયો વેસ્ટ લેવાની પરવાનગી છે???
વધુ માં આ બાબતે પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતી ના દીપકસિંહ વીરપુરા દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને લાગતા-વળગતા અધીકારીઓ ને ફોન દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી!?
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/