આરોગ્યગુજરાત

કોરોના કહેર યથાવત : રાજ્યમાં ૩૬૩ નવા કેસો, ૨૯ના લોકોના મૃત્યુ , અમદાવાદમાં ૨૭૫, સુરતમાં ૨૯, વડોદરામાં ૨૧ કેસ સપાટીએ  રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૮૦૨ ઉપર થયો છે

કોરોના કહેર યથાવત : રાજ્યમાં ૩૬૩ નવા કેસો, ૨૯ના લોકોના મૃત્યુ , અમદાવાદમાં ૨૭૫, સુરતમાં ૨૯, વડોદરામાં ૨૧ કેસ સપાટીએ  રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૮૦૨ ઉપર થયો છે

કોરોનાની મહામારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. કોરોનાના કારણે સરકાર પણ લોકોને સાવચેત રહેવાની સૂચનાઓ વારંવાર આપી રહી છે. બહારથી આવ્યા પછી હાથ ધોવા, દિવસમાં બે કે ત્રણ વખત ઉકાળો પીવાનું કહેવામાં આવ્યું છે. નાના બાળકો અને વૃદ્ધ વ્યક્તિને બહાર જવા ના દેવા. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૬૩ દર્દી નોંધાયા છે અને ૨૯ના મોત થયા છે. જ્યારે ૩૯૨ દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ અત્યાર સુધીમાં બીજીવાર કેસ ઓછા અને ડિસ્ચાર્જ વધુ નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં કુલ ૧૩,૨૭૩ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક ૮૦૨ થયો છે. નવા નોંધાયેલ કેસોમાં અમદાવાદમાં ૨૭૫, સુરતમાં ૨૯, વડોદરામાં ૨૧, સાબરકાંઠામાં ૧૧, સુરેન્દ્રનગરમાં ૫, ગીરસોમનાથમાં ૪, ગાંધીનગર, ખેડા, કચ્છ અને જુનાગઢમાં ૩-૩, આણંદ અને મહેસાણામાં ૨-૨, રાજકોટ અને વલસાડમાં ૧-૧ કેસો સપાટીએ આવ્યા છે. જ્યારે ૬૩ દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. છેલ્લા ૨૪ કલાકમાં મૃત્યુ થયેલામાં અમદાવાદમાં ૨૬, ગાંધીનગરમાં ૨ અને ખેડામાં ૧ મળીને કુલ ૨૯ લોકોના મૃત્યુ થયા છે. રાજ્ય સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું. જે મુજબ લોકડાઉન ૪.૦માં જીવન જરૂરી વસ્તુઓની દુકાનો રોજ ખોલ શકાશે. એટલું જ નહીં, હાઈવે પરના તમામ પેટ્રોલ પંપ સમયની પાબંધી વગર ૨૪ કલાક ચાલુ રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે દુકાનોમાં પાંચછી વધુ ગ્રાહકોને એન્ટ્રી નહીં આપવામાં આવે તેવી પણ સરકાર દ્વારા તાકિદ કરવામાં આવી છે. જા કોઈપણ દુકાનદાર આ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે સખત પગલાં લેવામાં આવશે. રાજ્યમાં બીજી વખત એવું બન્યું છે કે, કેસો કરતા ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા વધારે નોંધાઈ છે.

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button