બાજવા કરચિયા પાસે ની રાજસ્થાન કોલોની માં માથાભારે તત્વો નો આતંક ! તલવાર થી રહીશો ઉપર જીવલેણ હુમલો કર્યો ! હુમનાલા CCTV સામે આવ્યા!
બાજવા કરચિયા પાસે ની રાજસ્થાન કોલોની માં માથાભારે તત્વો નો આતંક ! તલવાર થી રહીશો ઉપર જીવલેણ હુમલો કર્યો ! હુમલાના CCTV સામે આવ્યા!
બુધવાર તારીખ 27 મેં આશરે બપોરે 1 વાગ્યા ની આસપાસ કરચિયા ની રાજસ્થાન કોલીની માં માથાભારે તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, દિપો સરદાર નામના માથાભારે ઇસમે તેના સાગરીતો ને સાથે રાખી ને રાજસ્થાન કોલોની માં અમુક રહેવાસીઓ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો,રાજસ્થાન કોલોની માં રહેતા કેટલાક રહેવાસીઓ ને દિપો સરદાર પોતાનો રુવાબ બતાવવા હથિયારો સાથે આજે બપોરે રાજસ્થાન કોલોની માં આવી ને આતંક મચાવ્યો હતો,
આ હુમલા માં 10 જેટલા લોકો ને નાની મોટી ઇજાઓ પોહચી હતી, તેમાંથી 4 લોકો ને ગંભીર ઇજાઓ પોહચતા બાજવા સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડયા હતા, સ્થાનિકો ના કહેવા પ્રમાણે માથાભારે દિપો સરદાર ગાંજો અને ચરસ નો નસો કરીને સ્થાનિકો ને હેરાન કરે છે, મહિલાઓ ને અભદ્ર ભાષા બોલે છે અને વધારે નશા માં હોય ત્યારે લોકોની માં પથ્થર મારે છે , પોલીસ ફરિયાદ આપવાનું કહીએ તો મારી નાખવાની ધમકી આપે છે,
આ હુમલા ની જાણ જવાહરનગર પોલીસ ને થતા જવાહરનગર પોલીસે ઘટના સ્થળે પોહચી આરોપીઓ ને ઝડપી પાડ્યો હતા, સ્થાનિકો ના કહેવા પ્રમાણે માથાભારે દિપો સરકાર રાજસ્થાન કોલોની નજ પાછળ લીંબળા ના જાળ નીચે દરોજ તેના સાગરીતો ને ભેગા કરીને ગાંજો અને ચરસ જેવી નશીલી વસ્તુઓ થી નશો કરે છે, નશો કર્યા પછી માથાભારે તત્વો દ્વારા આતંક માચાવવામાં આવતો હતો, મહિલાઓ ને અભદ્ર ભાષા બોલતો , રાજસ્થાન કોલોની ના રહેવાસીઓ એ કંટાળી ને ઠપકો આપતા માથાભારે દિપો સરદાર પોતાનો રુવાબ બતાવવા તેના સાગરીતો ને બોલાવીને તલવાર બેસ બોલ અને દંડા વડે રાજસ્થાન કોલોની ના રહીશો ઉપર જાનલેવા હુમલો કર્યો હતો, એક દિવસ અગાવ દિપો સરદાર જ્યાં ગાંજા નો નસો કરવા બેસે છે તેની બાજુના મંદિર ના સેવક ને પણ ઢોર માર માર્યો હતો, રહીશો ઉપર ઇટો ના પથ્થર પણ છુટ્ટા માર્યા હતા,
રાજસ્થાન કોલોની માં જીવલેણ હુમલાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે,
જીવલેણ હુમલામાં ઘાયલ થયેલ રાજસ્થાન કોલોની ના રહીશો ના નામ નીચે પ્રમાણે છે
1) ધર્માં ભાઈ સરગરા (માથા માં ગંભીર ઇજા )
2) રમેશભાઈ મકવાણા (માથા માં ગંભીર ઇજા)
3) પ્રકાશભાઈ ભેરારામ જોગી (પગમાં ઇજા)
4) નેમિચંદ સરગરા (હાથ અને બરડામાં ઇજા)
5) પુષ્પા બેન ધર્માં ભાઈ સરગરા (અંધ્રુની ઇજા)
6) ગીતા બેન મકવાણા (અદૃણી ઇજા)
7) સુવા બેન બાલુ રામ પઢીયાર (અદૃણી ઇજા)
8) મૈના બેન ધનારામ પઢીયાર (અદૃણી ઇજા)
9 ) નિલેશ બોસ (અદૃણી ઇજા)
10) ખાંગરાજ ભાઈ દેપન મંદિર સેવક (અદૃણી ઇજા)
જીવલેણ હુમલો કરનારા માથાભારે દિપો સરદાર અને તેના સાગરીતો ને જવાહરનગર પોલીસે ગણતરી ના કલાકો માં ઝડપી પાડી ગુણો નોંધી આગળ નીં કાર્યવાહી હાથ ધરી હતી,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA