અચાનક વાતાવરણ માં પલટો આવતા ખેડૂતો ના લનેલાં પાક ને નુકસાન થયું ! ભારે પવન સાથે વરસાદ ના ઝાપટાં પડ્યા!
અચાનક વાતાવરણ માં પલટો આવતા ખેડૂતો ના લનેલાં પાક ને નુકસાન થયું ! ભારે પવન સાથે વરસાદ ના ઝાપટાં પડ્યા!
વડોદરા ના રામપુરા વિસ્તાર ના અનેક ખેતરો માં લનેલાં પાક ને નુકસાન પોહચ્યું, અચાનક વાતાવરણ માં પલટો, ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો ના લનેલાં પાક ને નુકસાન પોહચ્યું,વીડિયો માં જોઈ રહ્યા છે કે ખેડૂત પોતાના પરીવાર ના સભ્યો સાથે ભેગા થઈને બાજરી ના લનેલાં પાક ને વરસાદ થી બચાવીને સલામત જગ્યા એ ખસેડી રહ્યા છે,
ગુજરાત માં વાવાઝોડા ની અસર થવાની છે, દરિયા કાંઠે ભારે પવન સાથે દરિયાઈ મોજા ઉછળી રહ્યા છે, દરિયાકાંઠા ના ગામો ને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, રાજ્ય સહીત અનેક જિલ્લામાં આજ રોજ ભારે પવન સાથે વરસાદ નું ઝાપટું પડ્યું હતું, વડોદરા તાલુકા-જીલ્લા માં અચાનક વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અને વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિમાંગ વાદળા ઘેરાયા હતા. ત્યારે બપોર બાદ પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. આ અચાનક વરસાદ ના કારણે સૌથી વધુ નુકસાન ખેડૂતો ને થવા પામ્યું છે. ખેડૂતો ના ખેતરમાં ઉભેલો અને લણીને એકઠો કરેલ પાક નષ્ટ થઈ જવા પામ્યો હતો. વડોદરા જીલ્લા તાલુકા ભરમાં ભારે ઉકળાટ બાદ બપોર પછીજ વરસાદી માહોલ બન્યો હતો અને વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેથી આકાશ એકદમ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ આવતા ઘણા લોકોમાં ખુસીની લહેર જોવા મળી હતી. જ્યારે બીજી તરફ ખેડુતોએ જે પશુઓ માટે આ ઉનાળામાં ઘાસચારો વાવ્યો હતો તેમાં પણ આ વરસાદ આવતા મોટો ફાયદો થયો હોવાથી ખુશખુશાલ જોવા મળ્યા હતા. જ્યાં ચારે તરફ વીજળીના ચમકારા અને મેઘ ગર્જના સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા જેને લઈ અસહ્ય ગરમી થી અકળાયેલા પ્રજાજનો ઠંડક નો અહેસાસ માણ્યો હતો.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/