ચોમાસું આફતો અને કોરોના સામે સંકલિત બચાવ રાહત અને સ્થળાંતરની વ્યૂહ રચના અંગે જિલ્લા કલેકટરશ્રી એ સેના અને એન. ડી.આર.એફ.ના ઉચ્ચ અઘિકારીઓ સાથે કરી ચર્ચા,
આઈસોલેશન સેન્ટર કોરોન્ટાઇન ફેસિલિટી અને હોમ કોરોન્ટાઇન હેઠળના લોકોને પૂરની પરિસ્થિત સમયે સલામત રીતે ખસેડવા માટે સાધન સુસજ્જ જવાનોની તાલીમબદ્ધ ટીમો બનાવવામાં આવશે, કૉવિડ 19 ની મહામારી વચ્ચે આગામી ચોમાસું નિકટ આવી રહ્યું છે.તેને અનુલક્ષીને જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે આજે ભારતીય સેના તેમજ એન. ડી.આર.એફ.ના ઉચ્ચ અઘિકારીઓ સાથે વિશેષ ચર્ચા કરી હતી. ખાસ કરીને ચોમાસામાં જ્યાં કોવિડ ના શંકાસ્પદ અથવા પોઝિટિવ દર્દીઓને રાખવામાં આવ્યા હોય એવા આઇસોલેશન સેન્ટર, ઇન્સટિટ્યૂશનલ કવોરેંતાઈંન સેન્ટર અથવા હોમ કવોરેંતાઈન વાળી જગ્યાઓ ની આસપાસ વરસાદી પાણી ભરાઈ જાય કે પૂરના પાણી ફરી વળે એવા સંજોગોમાં કોવિડ વિષયક તમામ તકેદારીઓ નું પાલન કરીને આશ્રિત લોકોનું સલામત સ્થળાંતર કરાવવા માટે જવાનોની તાલીમબદ્ધ ટુકડીઓ તૈયાર કરવી અને આ ટુકડીઓ માટે પીપીઈ કીટ સહિતની સાધન સામગ્રીની વ્યવસ્થા કરવા અંગે આ બેઠકમાં સઘન વિચારણા કરવામાં આવી હતી.તેની સાથે એસ. ડી.આર.એફ , હોમ ગાર્ડ અને સિવિલ ડિફેન્સ ના સેવા કર્મીઓને પણ આ કામગીરી માટે તાલીમ અને સાધન સુવિધા થી સુસજ્જ કરવાની વિચારણા કરવામાં આવી હતી.જિલ્લા કલેકટરશ્રી એ પિપીઇ કીટ પહેરીને અને સેનેતાઈઝર ઇત્યાદિ સાથે ઉપરોક્ત સ્થળોમાં રહેલા લોકોનો સોશીયલ ડિસ્ટન્સ જાળવીને બચાવની કામગીરી કરી શકે ,એમને તમામ પ્રકારની જરૂરી તકેદારી લઈને સલામતી સાથે સલામત સ્થળે ખસેડી શકે એવી તાલીમબદ્ધ વિશેષ ટુકડી તૈયાર કરવાની સાથે તે માટે નો જરૂરી એસ. ઓ.પી.તૈયાર કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટર શ્રી એ નિસર્ગ વાવાઝોડાં ની ચેતવણી ના અનુસંધાને જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની કામગીરી આજે નિહાળી હતી તથા જરૂરી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવાની સાથે માર્ગદર્શન આપ્યું હતું.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/