અઢી માસ બાદ રાજ્યમાં લિકર શોપ અનલોક થઈ , દારૂ ખરીદવા પરમીટધારકોની લાઈનો લાગી , રાજ્ય સરકારની મંજૂરી બાદ અનલોક-૧ના પ્રથમ દિને રાજ્યની ૬૫ લિકર શોપ્સ ખુલતા શરાબ પ્રેમીઓે ખુશ
કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં અઢી મહિના બાદ અનલોક-૧માં કેટલીક વધારે છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાત પણ અનલોક-૧ના પ્રથમ દિવસે ધમધમ્યું હતું. એમાંય ખાસ કરીને લિકર શોપ્સ ખુલતાં પરમીટધારકોને રાહત થઈ હતી અને શોપ્સ બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. લોકડાઉનના ચોથા તબક્કા દરમિયાન દેશના અન્ય રાજ્યોમાં દારૂના વેચાણની છૂટ આપવામાં આવી હતી. જે બાદ ગુજરાતમાં પણ લિકર શોપ્સ ખોલવાની માંગ ઉઠી હતી. જોકે સરકારે ઈન્કાર કર્યો હતો. આખરે સરકારની મંજૂરી મળ્યા બાદ અનલોક-૧ના પ્રથમ દિવસે ગુજરાતની ૬૫ જેટલી લિકર શોપ્સ ખુલતા લિકર પ્રેમીઓએ લાંબી લાઈનો લગાવી હતી. આ સિવાય અમદાવાદની ફાઈવસ્ટાર હોટલોમાં પણ પરમીટધારકોએ લિકરની ઈન્ક્વાયરી શરૂ કરી દીધી હતી. અમદાવાદની તમામ ફાઈવ સ્ટાર હોટલોની લિકર શોપ્સમાં ભારે ભીડ જોવા મળી હતી. મોટાભાગની હોટલોમાં પરમીટધારકોને ટોકન આપી દેવાયા હતા, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જળવાઈ રહે. અમદાવાદની જેમ જ, સુરતમાં પણ લિકર શોપ્સ બહાર પરમીટ ધારકોની લાંબી લાઈનો જોવા મળી હતી. લિકર પ્રેમીઓના ધસારાને પગલે સુરતમાં પણ પરમીટધારકોને ટોકન ફાળવાયા હતા. ૭૦ દિવસ બાદ લિકર શોપ્સ ખુલતા પોતાની મનગમતી બ્રાન્ડ લેવા માટે લોકો વહેલી સવારથી પહોંચી ગયા હતા. જોકે પોતાને ગમતી બ્રાન્ડ ના મળતા નિરાશ પરમીટધારકોએ જે મળે તે બ્રાન્ડ્સ લઈને સંતોષ માન્યો હતો. ખાસ કરીને બિયરની ભારે માંગ જોવા મળી હતી. અમુક ઠેકાણે તો બિયરનો જથ્થો ખાલી થઈ ગયો હતો. જણાવી દઈએ કે, ગુજરાતમાં ૨૭ હજાર કરતાં પણ વધુ પરમીટધારકો છે. અને કરોડો રૂપિયા નો દારૂ બિયર નો જથ્થો પરમીટ વાળી લિકર શોપ માંથી પરમીટધારકો ને વેચાય છે!
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/