રાજસ્થાન ખાતેથી વડોદરા શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને કિ.રૂ. ૮,૪૩,૯૬0/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
રાજસ્થાન ખાતેથી વડોદરા શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને કિ.રૂ. ૮,૪૩,૯૬0/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
હાલમાં વિશ્વભરમા નોવેલ કોરાના વાયરસ કોવીડ ૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. અને હાલમાં અનલોક -o૫ જાહેર કરેલ છે. જે તકેદારીના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ કમિશ્નર સાહેબ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ઉપર અસરકારક કામગીરી કરી કાયદેસર કાર્યવાહી કરવાની સુચના CP શ્રી અનુપમસિંઘ ગહલૌત તથા JCP શ્રી કેશરીસિંહ ભાટીનાઓ તરફથી મળેલ હોય, કાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ જાડેજા તેમજ ACP શ્રી ડી. એસ. ચૌહણનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે.પટેલ તથા શ્રી એ.બી.જાડેજાનાઓની દોરવણી હેઠળ પો.ઇન્સ. એ.બી.જાડેજા નાઓની ટીમને મળેલ બાતમી આધારે એક કથ્થઈ જેવા કલરની ડસ્ટર કાર નંબર
GJ-04-BE-5946 માં રાજસ્થાન ખાતેથી પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી જેમા અલ્ટો કાર
સિલ્વર જેવા કલરની જેનો નંબર RJ-27-cd-7128 ની પાયલોટ તરીકે ઉપયોગ કરી વડોદરા શહેરમાં કોઇ
બુટલેગરને આપવા માટે ગોલ્ડન ચોકડીથી અમદાવાદ જતા રોડ ઉપર વડોદરા તરફ ઇન્ડીયન પેટ્રોલપંપ પાસે આવી રહેલ વોચમા રહી ઍક અલ્ટો કાર RJ-27-CG-7128 ને રોકી પાડી તથા ડસ્ટર કાર GJ-04-BE 5946 ની આડસ તોડી નાશી જતા તેનો ફીલ્મી ઢબે પીછો કરતા કાર ચાલક કાર મુકી નાશી જતા સદર કાર માંથી પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો કિ.રૂ. ૧,૮૮,૬૬0/-ની તથા દારૂની હેરાફેરીમા ઉપયોગમાં લીધેલ અલ્ટો કાર તથા ડસ્ટર કાર કિ.રૂ. ૬,૫0,000/-તથા સદરી મળી આવેલ ઇસમોની અંગ
ઝડતી માંથી રોકડા રૂપીયા ૨૩ 00/-તથા ડ્રાઇવીંગ લાયસન્સ કિ.રૂ. 06/ 00/-તથા મોબાઇલ ફોન નંગ ૦૩ કિ.રૂ. ૩ooo/-મળી કુલ્લે રૂપીયા ૮,૪૩,૯૬0/-ના મુદ્દામાલ સાથે મળી આવતા હરણી પોલીસ સ્ટેશન, વડોદરા શહેર ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે,
આરોપીઓના નામ સરનામા
(૧) દોલતસિહ દેવીસિહ સીસોદીયા રહે, અદવાસ ગાવ, થીમડી તા. સરાડા જી. ઉદેપુર, રાજસ્થાન
(૨) ચેતનસિહ ભગવાનસિંહ ચૌહાણ રહે. શીવકોલોની મકાન નં. ૨૬, પ્રતાપનગર, આર.ટી.ઓ. ઓફીસ નજીક,
ઉદેપુર તા.જી. ઉદેપુર, રાજસ્થાન
વોન્ટેડ નહી મળી આવેલ આરોપીઓના નામ સરનામા
(૧) સોનુ સરદાર
(૨) સોહનસિગ રાજપુત રહે. મુનવાસ ગાવ, ઉદેપુર,
(૩) મો.નં. ૯૭૭૨૦૧૪૦૭પ નો ધારક
કબજે કરેલ મુદ્દામાલ
(૧) કાયની ૭૫૦ એમ.એલ.ની ઓફીસર ચૌઇસ વ્હીસ્કીની બોટલો નંગ -૧૮૦ કિ.રૂ. ૮૦,૧૦૦/
(૨) કાચની ૭૫૦ મીલીની રોયલ ચેલેંજ પ્રીમીયર વ્હીસ્કીની બોટલો નંગ -૩ ર કિ.રૂ. ૪૬,000/
(૩) કાચની ૧૮ મીલીની ઓફીસર ચોઇસ વ્હીસ્કીની બોટલો નંગ -૫ ૬૮ કિ.રૂ. ૬૨,૪૮0/
(૪) દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ ડસ્ટર કાર કિ.રૂ, પ, 00,000/
(૫) દારૂની હેરાફેરીમા ઉપયૌગમાં લીધેલ અલ્ટો કાર કિં.રૂ. ૧,૫0,000/
(૬) મોબાઇલ ફોન નંગ -૦૩ કિ.રૂ. 3000/
(9) અંગ ઝડતીના રોકડા રૂપીયા 2160/
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/