આરોગ્યગુજરાતદેશ દુનિયા

ભારતમાં ટેસ્ટિંગ વધુ થાય તો અમેરિકા કરતાં વધારે કેસ બહાર આવશે : ટ્રમ્પ , અમેરિકામાં અત્યાર સુધીમાં ૧૯ લાખથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે, અમેરિકાએ બે કરોડ ટેસ્ટ કર્યાં છે, વિશ્વમાં યુએસ સૌથી વધુ કોરોનાગ્રસ્ત

ભારતમાં ટેસ્ટિંગ વધુ થાય તો અમેરિકા કરતાં વધારે કેસ બહાર આવશે : ટ્રમ્પ , અમેરિકામાં અત્યાર સુધીમાં ૧૯ લાખથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે, અમેરિકાએ બે કરોડ ટેસ્ટ કર્યાં છે, વિશ્વમાં યુએસ સૌથી વધુ કોરોનાગ્રસ્ત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં જે કોરોના ટેસ્ટીંગ થઈ રહ્યા છે તેની ભારત, ચીન સહિત વિશ્વના અન્ય દેશો સાથે તુલના કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને ચીન જેવા દેશ જો વધારે સંખ્યામાં ટેસ્ટીંગ કરે તો તેમને ત્યાં કોરોના વાઈરસના કેસ અમેરિકા કરતા વધારે હશે. અમેરિકાએ બે કરોડ ટેસ્ટિંગ કર્યાં છે. અમેરિકાની તુલનામાં જર્મનીએ ૪૦ લાખ અને દક્ષિણ કોરિયાએ પોતાને ત્યાં આશરે ૩૦ લાખ ટેસ્ટ કર્યા છે.અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના ૧૯ લાખથી વધારે કેસ સામે આવી ચુક્યા છે અને ૧ લાખ ૧૧ હજાર લોકોના મોત થયા છે. જ્યારે ભારતમાં આ જીવલેણ સંક્રમણના ૨ લાખ ૩૬ હજારથી વધારે તેમ જ ચીનમાં ૮૪,૧૭૭ કેસ સામે આવ્યા છે. અમેરિકા વિશ્વભરમાં કોરોના વાઈરસથી સૌથી વધારે અસરગ્રસ્ત દેશ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં અત્યાર સુધીમાં ૪૦ લાખ ટેસ્ટ થયા છે. અમેરિકામાં કોરોના ટેસ્ટ અંગે ટિપ્પણી કરતા ટ્રમ્પે કહ્યું કે તે યાદ રાખો. જ્યારે તમે વધારે ટેસ્ટિંગ કરશો ત્યારે તમારે ત્યાં વધારે કેસ હશે.તેમણે કહ્યું હું મારા લોકોને કહેવા માંગુ છું કે અહીં વધારે કેસ એટલા માટે છે કારણ કે વધારે લોકોની તપાસ કરવામાં આવી રહી છે. અમે ચીન કે ભારત અથવા અન્ય દેશો તપાસ કરે તો હું તમને વિશ્વાસ અપાવું છું કે ત્યાં વધારે કેસ હશે. તમારી તપાસ કરવાની ક્ષમતા વધવાને લીધે આપણા દેશમાં વધારે કેસ છે. હવે બધુ ફરી વખત ખુલી રહ્યું છે અને આપણું અર્થતંત્ર બહાર આવી રહ્યું છે, આ અંગે કોઈ વિચારી પણ શકે તેમ નથી. રોજગારીના માસિક આંકડાને ટાંકી ટ્રમ્પે કહ્યું કે અર્થતંત્ર હવે પૂર્વવત બની રહ્યું છે. તેમણે કહ્યું કે અમે દહેશતને વાસ્તવિકતા બનવા દીધી નથી અને તે અમેરિકાના ઈતિહાસમાં માસિક ધોરણે નોકરિયોમાં સૌથી વધારે વધારો છે. મને લાગે છે કે અગાઉ જે સૌથી વધારે સંખ્યા હતી તેની તુલનામાં આ લગભગ બમણી કે તેનાથી વધારે છે. માટે તે અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધારે વૃદ્ધિ છે.

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button