અનલોક-1માં સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 75 દિવસ બાદ મંદિરો સહિતના ધાર્મિકસ્થાનો ખુલ્લા મુકાયા છે.
આજથી શહેરના મોટાભાગના ધાર્મિક સ્થળો ખુલ્યા છે. જોકે, કોરોનાને કારણે પુજાપો-નારિયેળની જગ્યાએ માસ્ક જરૂરથી લઇ જવા સૂચના આપવામાં આવી છે. જેનું લોકો પાલન કરી રહ્યા છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ એ માટે મોટાભાગના મંદિરોમાં સર્કલ કરાયા છે. રાજ્ય સહિત શહેરો માં તમામ મોટા મંદિરો આજે અનલોક-1માં સરકારની ગાઇડલાઇન મુજબ ખુલી ગયા છે. જેથી પહેલા દિવસે જ લોકો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા. તો ફાજલપુર સ્થિત મહીસાગર માતા નું મંદિર સોશિયલ ડિસ્ટનસિંગ નું ધ્યાન રાખી ને ખોલવામાં આવ્યું, ફાજલપુર મહીસાગર નદી કિનારે આવેલું મહીસાગર માતા નું મંદિર આજ રોજ ખોલતા ભક્તો દર્શન કરવા આવ્યા હતા, વધુ માં માહિસાગર નદી પાસે આવેલ શ્રીફળ-પ્રસાદી ની દુકાનો અને નાસ્તા ની દુકાનો પણ ચાલુ થઈ ગયેલ.
વધુ માં વડોદરા શહેર ના અલગ અલગ જગ્યા એ મંદિરમાં ગોળ કુંડાળા દોરીને ભક્તો પાસે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવાય છે , વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા ભીડ ભંજન હનુમાન મંદિરમાં સેનેટાઈઝ ટનલ મુકવામાં આવી છે. જેથી તમામ ભક્તો સેનેટાઈઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ કરી શકે. આ ઉપરાંત દાન પેટીની જગ્યાએ યુવી મશીન મુકવામાં આવ્યું છે. જેતી યુવી મશીનમાં રૂપિયા નાખતા જ સેનેટાઇઝ થઇ જાય છે. મંદિરમાં ગોળ કુંડાળા દોરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જળવાઇ રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/