કોરોના ના અનલોક-1 માં શહેર નજીક ફાજલપુર મહિસાગર નદી માં ખનીજ માફિયા દ્વારા બેરોકટોક બેફામ રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે!
શહેર નજીક ફાજલપુર ગામ પાસેથી પસાર થતી મહિ નદીમાં રેતી ખનન કરવામાં આવી રહી છે, પરવાનગી થી વધારે રેતી ખનન કરવામાં આવી રહી છે, સ્થાનિક આગેવાનો ની મિલીભગત ના કારણે આ ગેરકાયદેસર રેતી નું ખનન થઈ રહ્યુ હોય તેમ લાગી આવે છે!
શુ ખાણ ખનીજ વિભાગના હપ્તાબાજ અધિકારીઓ અને કેટલાક રાજકરણીઓની સાંઠગાંઠના કારણે રેતી ચોરીનો ગોરખધંધો બેરોકટોક ધમધમી રહ્યો છે?
ફાજલપુર રેતી ખનન ના બેફામ દોડતા ડંફરો ના લીધે ભૂતકાળ માં એક વ્યક્તિ નું મોત પણ નીપજ્યું હતું, અને મોટો હોબાળો થયો હતો, વધુ માં થોડા મહિના પહેલા કોટના વિસ્તાર માંથી મોટું રેતી કૌભાંડ ઝડપાયું હતું, થોડા મહિના પહેલા મહિસાગર નદીમાં બોટ મુકી રેતીનું ખનન કરનારા માફિયાઓ બેફામ બન્યા હતા, જેને લઈ કોટણા ગામના ગ્રામજનો તેનો વિરોધ કરી ખનીજ માફિયાઓ સામે પડયાં હતા, ભારે વિરોધ ના કારણે તે સમયે રેતી ખનન બંધ કરવામાં આવ્યું હતું,
પરંતુ લોકડાઉન માં પણ ફાજલપુર સ્થિત રેતી ખનન ચાલુ રાખવામાં આવ્યું હતું એવી માહિતી મળેલ છે, ગત રોજ મીડિયા કર્મી સ્થળે પોહચતા ની સાથે ખનન માફિયાઓ માં ફફડાડ મચી જવા પામ્યો હતો, ખનન માફિયાઓ મોઢું છુપાવીને ભાગી ગયા હતા, સમાચાર પ્રકાશિત થતા ની સાથે આજ રોજ ફાજલપુર ખાતે રેતી ખનન નું કામ બંધ કરી દેવામાં આવ્યું છે, સ્થાનીક પંચાયત દ્વારા પણ કોઈ પણ પ્રકાર ની ખનન માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી,
પરમિશન આપ્યા થી વધુ વિસ્તાર માં રેતી નું બેરોકટોક ખનન કરવામાં આવી રહ્યું છે, સ્થાનિક પોલીસ અને ખાનખનીજ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવતી નથી, સ્થાનિક પોલીસ અને ખાનખણીજ વિભાગ કોઈ ફરિયાદ કરે અને કાર્યવાહી થાય એની રાહ જોઈ ને બેસી રહી હોય તેમ લાગી આવે છે,ખાન ખનીજ વિભાગે નદી માં જેટલા વિસ્તાર ની પરમીશન આપી હોય ત્યાં ખુટા મારવામાં આવે છે પરંતુ ખાણ–ખનીજ વિભાગ દ્વારા કોઈ ખૂટા મારવામાં આવતા નથી. જેથી ખનીજ માફિયાઓ મનફાવે ત્યાંથી રેતીનું ખનન કરી ચોરીઓ કરે છે,
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/