ખૂનના ગુનામાં જામીન ઉપર છુટતા ની સાથે વાહનો સાથે રેલી કાઢતા સૂરજ ઉર્ફે યુઇ કહાર સહીત દસ ઇસમો વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
તાજેતરમાં વિડીયો વાયરલ થયેલ જે વિડીયોમાં પાણીગેટ પોલીસ સ્ટેશન પાર્ટ A ગુ.ર.નંબર ૧૧૧૯૬૦૧૭૨૦૦૧૩૫૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૧૪૩,૧૪૬,૩૨૩,૩૦૨ મુજબનો ગુનો તા .૨૩/ ૦ રાર ૦૨૦ ના રોજ રજી થયેલ છે જે ગુનાના કામે આરોપી નામે સુરજ ઉફે ચુઇ રમણલાલ કહાર રહે શીતળામાતાના ખાંચો વારસીયા વડોદરા શહેર નાને પાણીગેટ પોલીસ સ્ટેશનના તપાસ અધીકારી શ્રી અટક કરેલ અને અટક કરી નામદાર કોર્ટના હુકમ આધારે આરોપી સુરજ ઉફે ચુઇને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ હતો અને નામદાર કોર્ટ દ્વારા આરોપી સુરજ ઉફે સુઇ રમણભાઇ કહારને આ ગુના નાકામે જામીન મંજુર કરેલ હતા અને આરોપીને જામીન
મળતા વડોદરા મધ્યસ્થ જેલ માંથી તા .૦૪/૦૬/૨૦૨૦ કલાક ૧૯:00 વાગે જામીન મુકત થયેલ હતો અને જામીન મુકત થતા આરોપી નામે (૧) સુરજ ઉફે યુઇ રમણલાલ કહાર રહે શીતળામાતાના ખાંચો વારસીયા વડોદરા શહેર તથા તેના મિત્રો (૨) અરૂણ માછી (૩) અજય (૪) નીતીન ભદોરીયા ઉફે સુનીલ રાજપુત (૫) સન્ની (૬) શાહરૂખ (૭) શીવમ જતીનભાઇ કહાર તથા બીજા ૧૦ જેટલા ઇસમો તમામ રહે વડોદરા શહેર નાઓ પોત પોતાની અલગ અલગ મોટર સાયકલો અને ઓડી કાર નંબર GJ 06 LB 0027 ની સાથે લઈ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સુરજ ઉફે ચુઇ ને લેવા માટે આવેલ અને સુરજ ઉફે ચુઇ ઓડી કાર નંબર GJ 06 MB 0027 માં બેસેલ અને તેના બીજા મિત્રો એ અલગ અલગ મોટર સાયકલો પર બેસી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે થી રેલી સ્વરૂપે નીકળેલ અને વારસીયા વિસ્તારમાં રોડ ઉપર ચાલતા જુલુસ કાઢી તે અંગેનો વિડીયો હોય અને જે રેલીમાં ચાર કરતા વધુ ઇસમો ભેગા મળી ઓડી કાર તથા મોટર સાયકલો પર રેલી કાઢેલ અને જે રેલીની કોઇ પણ ઉપરી અધીકારી શ્રી ની પરવાનગી મેળવેલ ન હોય અને ચાર કરતા વધુ ઇસમો ભેગા મળી રેલી કાઢી જાહેરનામાનો ભંગ કરેલ છે. જેથી સદર રેલી કાઢનાર ઇસમો વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરવાની સુચના CP શ્રી અનુપમસિંઘ ગહલૌત તથા JCP શ્રી કેશરીસિંહ ભાટીનાઓ તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ જાડેજા તથા ACP શ્રી ડી.એસ.ચૌહાણનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે.પટેલ તથા શ્રી એ.બી.જાડેજાનાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતે ઇ.પી.કો કલમ ૧૮૮ તેમજ જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
કબજે કરેલ મુદામાલ
ગુનામાં વપરાયેલ ઓડી કાર નં GJ 06 MB 0027
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/