ગુજરાતજીવનશૈલી

વડોદરા કેવડિયા રેલ માર્ગ નિર્માણ માં જે ખેડૂત ની જમીન સંપાદન થઈ અને એનો કબ્જો આપી દીધેલ તમામ ખેડૂતો ને જલ્દી વળતર મળશે : જિલ્લા કલેકટરએ બેઠક યોજી

વડોદરા કેવડિયા રેલ માર્ગ નિર્માણ માં જે ખેડૂત ની જમીન સંપાદન થઈ અને એનો કબ્જો આપી દીધેલ તમામ ખેડૂતો ને જલ્દી વળતર મળશે : જિલ્લા કલેકટરએ બેઠક યોજી

વડોદરા – ડભોઇ – કેવડીયા રેલ માર્ગ નિર્માણ: વડોદરા જિલ્લા વહીવટી તંત્રે જરૂરી જમીનોના સંપાદન ની વ્યાપક કામગીરી પૂર્ણ કરીને પશ્ચિમ રેલવે ને સોંપી દીધો 613628 ચો.મીટર જેટલી સંપાદિત જમીનો નો કબ્જો.જમીન આપનારા તમામ જમીન ધારકોને મળશે કુલ રૂ.31.91 કરોડનું વળતર: પંદર દિવસમા વળતર ચુકવણી ની કામગીરી પૂરી કરી દેવા જિલ્લા કલેકટર શ્રીનો આદેશ..નર્મદા જિલ્લા નું કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લીધે વિશ્વ સ્તરના પ્રવાસન ધામ તરીકે ઉભરી રહ્યું છે.રાષ્ટ્રીય મહત્વના પ્રવાસન ધામ તરીકે વિકસી રહેલા કેવડિયાને દેશના અન્ય વિસ્તારો સાથે રેલ માર્ગે જોડવા પ્રધાન મંત્રી શ્રીના ડ્રીમ પ્રોજેકટ ના રૂપમાં રેલ મંત્રાલય દ્વારા વડોદરા – ડભોઇ – કેવડીયા બ્રોડ ગેજ રેલવે લાઈન નાંખવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય મંત્રી શ્રી તેમજ નાયબ મુખ્ય મંત્રીશ્રી દ્વારા આ કામગીરીની સતત રાજ્ય સ્તરે સમીક્ષા કરવામાં આવતી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવતું હતું. જિલ્લા કલેકટરશ્રી ના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર આ પ્રોજેક્ટ માટે જરૂરી જમીનોના સમયબદ્ધ અને ઝડપી સંપાદન દ્વારા ,તેને સાકાર કરવામાં ખૂબ મહેનત કરી રહ્યુ છે. અને લોક ડાઉન વચ્ચે પણ આ પ્રોજેક્ટ માટે જરૂરી વડોદરા જિલ્લાની 613628 ચો.મી.જમીન સમયસર સંપાદિત કરીને તેનો પ્રત્યક્ષ કબ્જો પશ્ચિમ રેલવે ને સોંપી દીધો છે. આ પ્રોજેક્ટ માટે ડભોઇ તાલુકાના કુલ 8 ગામોની જમીન મેળવવી જરૂરી હતી જેની કામગીરી જિલ્લા વહિવટી તંત્રની સાથે ડભોઇ ના પ્રાંત અધિકારી અને તાલુકા ટીમે 14 દરખાસ્તો હેઠળ તબક્કાવાર પૂરી કરી હતી તેની સાથે વડોદરા જિલ્લા ના ભાગે આવતી જમીન સંપાદનની નિર્ણાયક કામગીરી મહદઅંશે પૂરી થઈ છે. આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે વડોદરા થી ડભોઇ વચ્ચેના હાલના રેલ માર્ગનું ગેજ રૂપાંતરણ અને ડભોઇ થી કેવડીયા માટે નવો રેલ માર્ગ બિછાવવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે સોમવારે આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કામગીરીની સમીક્ષા કરીને માર્ગદર્શન આપવાની સાથે,જે લોકોએ જમીનો આપી છે એમને જમીનોના વળતર પેટે ચૂકવવાની થતી રકમની ચુકવણી નું બાકી કામ પંદર દિવસમા પૂરું કરી દેવાની સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે આ રાષ્ટ્રીય અગત્યના રેલ પરિવહન પ્રોજેક્ટ માટે જમીન આપનારા જમીન ધારકોને કુલ રૂ.31.91 કરોડની રકમ ચૂકવવામાં આવનાર છે.આ પૈકી રૂ.24.98 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. જમીન આપનારા લોકોને વાજબી વળતર સમયસર અને પારદર્શક રીતે મળે એની ખાત્રી માટે રાજ્ય સરકાર પાસે થી જમીન સંપાદન પુનઃ વસવાટ અને પુનર વસનમાં વાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમ ની તમામ સંબંધિત કલમો હેઠળ જરૂરી મંજૂરીઓ મેળવવાની સાથે તમામ 14 દરખાસ્તો અને તેના હેઠળ જાહેર કરવાના એવોર્ડ સમયસર જાહેર કરી પ્રોજકટનો અમલ સરળ બનાવવામાં મુખ્ય મંત્રી શ્રી તેમજ નાયબ મુખ્ય મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા વહીવટી તંત્રે ખૂબ પરિશ્રમ ઉઠાવી યોગદાન આપ્યું છે

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button