વડોદરા ની બાપોદ પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી સાથે એક બુટલેગર ની ધરપકડ કરી! કુલ ૩,૧૬,૫૦૦/- રૂ નો મુદ્દામાલ જપ્ત કર્યો!
પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી કે.જી.ભાટી સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન -૪ શ્રી અચલ ત્યાગી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ” જી” ડિવીઝન શ્રી પી.આર.રાઠોડ સાહેબ નાઓ તરફથી પ્રોહીબીશન, જુગારની અસામાજીક પ્રવૃત્તીઓ નેસ્ત નાબુદ કરવા બાબતે આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર વી.પી.ચૌહાણ સાહેબના સિધા માર્ગદર્શન હેઠળ બાપોદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોર્ડ ના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કોન્સ.જીતેન્દ્રસિંહ તથા ધર્મેન્દ્રસિંહ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે, સરદાર એસ્ટેટ સુપર બેકરી કારખાનાની બાજુમાં સાકાર કોમ્પલેક્ષની પાછળ એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડી નંબર GJ-06-DG-3213 માં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે.અને તેમાં એક ઇસમ બેસેલ છે.જે બાતમી હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ જઇ કોર્ડન કરી કરી ફોરવ્હીલ ગાડી સાથે એક ઇસમને પકડી તેમાંથી ભારતીય બનાવટ ઇગ્લીશ દારૂની રોયલ સ્ટેગ પ્રિમીઅર વિસ્કી બોટલ નંગ -૯૬ કિ.રૂ ની .૪૮,૦૦૦/- , રોયલ ચેલેન્જર્સ વિસ્કી બોટલ નંગ -૨૪ કિ.રૂ .૧૨,૦૦૦ તેમજ સુપિરિયર વિસ્કી નંગ 12 બોટલ કી. રૂ. 6000/- તેમજ હોન્ડા/ ફોર-વ્હીલર ગાડી નંબર GJ-06-DG-3213 અને મોબાઈલ સાથે કુલ 3,16,500/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,
પકડાયેલ આરોપી
શૈલેષભાઇ ઉર્ફે શૈલો જયંતિલાલ ધાણકવાડીયા રહે, મ.નં. F-240, આકાશ ગંગા સોસા.ન્યુ.સમા રોડ, વડોદરા શહેર
વોન્ટેડ આરોપી:
કાલુ ઉર્ફે ટોપી તેલવાણી ૨હે, શ્રધ્ધાપાર્ક સોસા, વારસીયા રોડ વડોદરા
પકડાયેલ મુદામાલ:
(૧) ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની રોયલ સ્ટેગ વિસ્કી ૭૫૦ મી.લી ના બોટલ નંગ -૯૬ કિ.રૂ. કિ.રૂ. ૪૮,૦૦૦/
(૨) ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની રોયલ ચેલેન્જર્સ વિસ્કી ૭૫૦ મી.લીનીના બોટલ નંગ -૨૪ કિ.રૂ. ૧૨,૦૦૦/
(૩) ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની મેકડોલ્સ નંબર ૧ વિસ્કી ૭૫૦ મી.લીની બોટલ નંગ -૧૨ કિ.રૂ. ૬૦૦૦/
(4)હોન્ડા ફોર વ્હીલ ગાડી નંબર GJ-06-03-3213 કિ.રૂ .૨,૫૦,૦૦૦/
(૫) આઇટેલ કંપનીનો મોબાઇલ ફોન નંગ -૧ કિ.રૂ .૫૦૦/
કુલ્લે કિ.રૂ. રૂપિયા ૩,૧૬,૫૦૦/
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/