ભારતમાં કોરોનાના કેસની સંખ્યા ૨.૬૬ લાખને પાર , કોરોનાથી સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હીમાં થઈ રહ્યા છે
ભારતમાં કોરોનાના કેસની સંખ્યા ૨.૬૬ લાખને પાર , કોરોનાથી સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હીમાં થઈ રહ્યા છે
દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા એક જ દિવસમાં ૯,૯૮૭ સામે આવવાની સાથે મંગળવારે સવાર સુધીમાં જ કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ૨.૬૬ લાખને પાર થઈ ચૂકી છે. હવેથી રોજિંદા દર્દીઓનો આંક ૧૦ હજારની નિકટ પહોંચી રહ્યો છે. મહામારીને કાબુમાં રાખવા ૭૫ દિવસના લોકડાઉનમાંથી બહાર આવતાંની સાથે જ કોરોનાનો ફૂંફાડો દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. અનલોક-૦૧ અંતર્ગત કેટલાક મહાનગરોમાં મોલ, શોપિંગ સેન્ટર તેમજ ધાર્મિક સ્થળોને નવી ગાઈડલાઈન મુજબ ખોલી નંખાયા છે. બીજીબાજુ જૂનની શરૂઆત સાથે જ દેશમાં કોવિડ-૧૯ના કારણે રોજિંદા ૨૦૦થી વધુ લોકોના મોત તઈ રહ્યા છે. તેમજ મૃત્તકોની સંખ્યા ૭,૪૬૬ સુધી પહોંચી ગઈ છે. યુએસની જોન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા મુજબ અમેરિકા, બ્રાઝીલ, રશિયા અને બ્રિટન પછી કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થનારો ભારત ૫મો દેશ બની ગયો છે. હરિયાણા, જમ્મુ-કાશ્મીર, આસામ, કર્ણાટક, છત્તીસગઢ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં પણ દર્દીઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે. દેશભરમાં ૨૪ કલાકમાં ૨૬૬ લોકોના મોત થયા છે. દેશમાં સતત છઠ્ઠા દિવસે ૯,૦૦૦થી વધારે કેસો સામે આવ્યા છે અને ચેપગ્રસ્તોની સંખ્યા ૨,૬૬,૫૯૮ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં હાલ ૧,૨૯,૯૧૭ દર્દીઓની સારવાર ચાલી રહી છે. ૧,૨૯,૨૧૪ દર્દીઓ કોરોનાને મ્હાત કરી ચૂક્યા છે. દેશમાં કુલ ચેપગ્રસ્તોની સંખ્યામાં વિદેશી નાગરિક પણ સામેલ છે. મંત્રાલયના વધુમાં જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ૪૮.૪૭ ટકા લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ૈંઝ્રસ્ઇ)ના જણાવ્યા મુજબ મંગળવારે સવારે ૯ કલાક સુધીમાં ૪૯,૧૬,૧૧૬ સેમ્પલની તપાસ થઈ ચૂકી છે. વિતેલાં ૨૪ કલાકમાં ૧,૪૧,૬૮૨ સેમ્પલની તપાસ થઈ હતી. મંગળવારે સવાર સુધીમાં ૨૬૬ દર્દીઓના મૃત્યુમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧૦૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ દિલ્હીમાં ૬૨, ગુજરાતમાં ૩૧, તામિલનાડુમાં ૧૭, હરિયાણામાં ૧૧, પશ્ચિમ બંગાળમાં ૯, ઉત્તરપ્રદેશમાં ૮, રાજસ્થાનમાં ૬, જમ્મુ-કાશ્મીરમાં ૪, કર્ણાટકમાં ૩, મધ્યપ્રદેશ અને પંજાબમાં ૨ – ૨ અને બિહાર તેમજ કેરળમાં ૧ -૧ વ્યક્તિના મોત થયા હતા. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ ૭,૪૬૬ દર્દીઓના મૃત્યુમાં પણ સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૩,૧૬૯ લોકોના મોત થયા છે. ત્યારબાદ ગુજરાતમાં ૧,૨૮૦, દિલ્હીમાં ૮૭૪, મધ્યપ્રદેશમાં ૪૧૪, પશ્ચિમ બંગાળમાં ૪૦૫, તામિલનાડુમાં ૨૮૬, ઉત્તરપ્રદેશમાં ૨૮૩, રાજસ્થાનમાં ૨૪૬ અને તેલંગાણામાં ૧૩૭ લોકોના મોત થયા છે. આંધ્રપ્રદેશમાં કોવિડ-૯૧થી ૭૫, કર્ણાટકમાં ૬૪, પંજાબમાં ૫૩, જમ્મુ-કાશ્મીરમાં ૪૫, હરિયાણામાં ૩૯, બિહારમાં ૩૧, કેરળમાં ૧૬, ઉત્તરાખંડમાં ૧૩, ઓડિશામાં ૯ અને ઝારખંડમાં ૭ લોકોના મૃત્યુ થયા છે. મંત્રાલયના આંકડા મુજબ હિમાચલ પ્રદેશ અને ચંડીગઢમાં કોવિડ-૧૯થી ૫ – ૫ અને આસામ તેમજ છત્તીસગઢમાં ૪ – ૪ લોકોએ દમ તોડી દીદ્યો છે. જ્યારે મેઘાલય અને લડાખમાં એક એક વ્યક્તિના મોત થયા છે. મંત્રાલયની વેબસાઈટ મુજબ મૃત્તકોમાં ૭૦ ટકાથી વધુ લોકો પહેલાંથી જ અન્ય બિમારીના શિકાર હતા. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે સવારે જારી કરાયેલા આંકડા મુજબ ચેપગ્રસ્તોના સૌથી વધુ મહારાષ્ટ્રમાંથી ૮૮,૫૨૮ કેસો છે. ત્યારબાદ તામિલનાડુમાં ૩૩,૨૨૯, દિલ્હીમાં ૨૯,૯૪૩, ગુજરાતમાં ૨૦,૫૪૫, ઉત્તરપ્રદેશમાં ૧૦,૯૪૭, રાજસ્થાનમાં ૧૦,૭૬૩ અને મધ્યપ્રદેશમાંથી ૯,૬૩૮ કેસો છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ૮,૬૧૩, કર્ણાટકમાં ૫,૭૬૦, બિહારમાં ૫,૨૦૨, હરિયાણામાં ૪,૮૫૪, આંધ્ર પ્રદેશમાં ૪,૮૫૧, જમ્મુ-કાશ્મીરમાં ૪,૨૮૫, તેલંગાણામં ૩,૬૫૦ અને ઓડિશામાં ૨,૯૯૪ કેસોનો સમાવેશ થાય છે. તે પછી પંજાબમાં ૨,૬૬૩, આસામમાં ૨,૭૭૬, કેરળમાં ૨,૦૦૫ અને ઉત્તરાખંડમાં ૧,૪૧૧ લોકો ચેપગ્રસ્ત થયા છે. ઝારખંડમાં ૧,૨૫૬, છત્તીસગઢમાં ૧,૧૬૦, ત્રિપુરામાં ૮૩૮, હિમાચલ પ્રદેશમાં ૪૨૧, ગોવામાં ૩૩૦ અને ચંડીગઢમાં ૩૧૭ કેસ નોંધાયા છે. મણિપુરમાં વાયરસથી ૨૭૨, પોંડેચેરીમાં ૧૨૭, નાગાલેન્ડમાં ૧૨૩ લોકો શિકાર થયા છે. લડાખમાં તેની સંખ્યા ૧૦૩, અરુણાચલ પ્રદેશમાં ૫૧, મિઝોરમમાં ૪૨, મેઘાલયમાં ૩૬, આંદામાન નિકોબારમાં ૩૩ કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે દાદાનગર હવેલીમાં ૨૨ અને સિક્કિમમાં ૭ કેસ સામેલ છે. મંત્રાલયના સુત્રોએ વધુમાં જણાવ્યુ કે તેમનાં આંકડાની મેળવણી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ની સાથે કરવામાં આવી રહી છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/