લોકડાઉન ના તોતિંગ વીજ બિલ વહેંચતી MGVCL દ્વારા પ્રિ-મોન્સૂન કામ અધૂરું?? કોયલી GEB દ્વારા વરસાદી ઝાપટાં માં પણ વીજ સપ્લાય 12 કલાક થી વધુ બંધ રખાયો રહીશો પરેશાન,તમામ વાંચકો ને જણાવવાનું કે સરકારી તંત્ર દ્વારા પ્રિ મોન્સૂન કામ કર્યા ના દાવા સામે તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે, કોરોના ની મહામારી ના લોકડાઉન માં ઇલેકટ્રીક બોર્ડ તોતિંગ લાઈટ બીલ જનતા ને પધરાવી રહ્યું છે, વરસાદી ઋતુ ચાલુ થતા ની સાથે જ વીજ સપ્લાય ની સમસ્યા માં વધારો રહે છે, આવીજ સમસ્યા વડોદરા માં અનેક જગ્યાએ જોવા મળે છે. વડોદરા ના કોયલી પાસે આવેલુ વીજ સપ્લાય નું સબ સ્ટેશન કોયલી અનેક ગામડાઓ માં અનેક જગ્યા એ ઇલેકટ્રીક સપ્લાય પૂરો પાડે છે, પરંતુ વરસાદી સિઝન ચાલુ થતા ની સાથેજ આ સબ સ્ટેશન વિસ્તાર માં વરસાદી ઝાપટાં માં પણ વીજ સપ્લાય બંધ કરી દેતું હોય છે, સામાન્ય વરસાદ માં પણ ઇલેકટ્રીક સપ્લાય બંદ કરી દેતા આજુબાજુ ના ગ્રામજનો ને ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડે છે. ગત રાત્રે આશરે 9:30 વાગ્યા ની આસપાસ કોયલી વીજ મથક ના સબ સ્ટેશન પરથી વીજ સપ્લાય રામપુરા જેવા બીજા ગ્રામ્ય વિસ્તાર બંધ થતા રહીશો પરેશાન થયા હતા, આશરે 12 કલાક થી વધુ સમય પછી વીજ સપ્લાય ચાલુ કરવામાં આવ્યો હતો, સ્થાનિકો એ રાત્રે વીજ મથક માં ફરિયાદ માટે સંપર્ક કરતા કોઈ સંપર્ક નહોતો થયો, વીજ મથક ના સંપર્ક નંબર વ્યસ્ત,આઉટ ઓફ કવરેજ, busy બતાવ્યા કરતા હતા, આશરે 50 થી વધુવાર સંપર્ક કરવામાં આવ્યા હતા.
તંત્ર એ જાહેર કરેલ ઇલેકટ્રીક સીટી સંપર્ક નંબર માં વારંવાર ફોન કરવા છતાં ના લાગતા હોવાથી તંત્ર એ આ નંબર બંધ કરી દેવા જોઈએ ? તંત્ર ઊંઘતું ને ઊંઘતું પછી ભલે વીજ ગ્રાહકો જાગ્યા કરતા, ગ્રામ્ય વિસ્તાર ના વીજ ગ્રાહકો ને વરસાદી સિઝન માં ખુબજ સમસ્યા નો સામનો કરવો પડે, હજારો રૂપિયાના ઇલેકટ્રીક બિલ ચુકવતા ગ્રાહકો ને વરસાદી ઝાપટાં માં પણ ઇલેકટ્રીક સપ્લાય વગર ઊંઘવું પડે છે. વારંવાર એક ને એક સમસ્યા થી સ્થાનિકો પરેશાન.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/