કોરોનાઃ વિશ્વમાં શતાબ્દીની સૌથી ખરાબ આર્થિક મંદી , કોરોના આ વર્ષમાં ફરીથી ઉથલો ન મારે તો પણ આ વર્ષે આર્થિક કામગીરીમાં વૈશ્વિક સ્તરે છ ટકાનો ઘટાડો થશે
કોરોનાઃ વિશ્વમાં શતાબ્દીની સૌથી ખરાબ આર્થિક મંદી , કોરોના આ વર્ષમાં ફરીથી ઉથલો ન મારે તો પણ આ વર્ષે આર્થિક કામગીરીમાં વૈશ્વિક સ્તરે છ ટકાનો ઘટાડો થશે
કોરોનાને કારણે વિશ્વમાં શતાબ્દીની અત્યારસુધીની સૌથી ખરાબ આર્થિક કટોકટી સર્જાઇ છે. લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે. આ કટોકટી ગરીબ અને યુવાઓને સૌથી વધુ અસર કરી રહી છે. આર્થિક અસમાનતામાં ધરખમ અંતર વધી રહ્યું છે તેમ ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટે (ઓઇસીડી) વૈશ્વિક આર્થિક ડેટાના તાજેતરના વિશ્લેષણમાં જણાવ્યું હતું. ‘આ કદાચ ઓઇસીડીની રચના બાદ અત્યારસુધીનો સૌથી અનિશ્ચિત અને નાટ્યાત્મક દેખાવ છે. આપણે સામાન્યપણે કરીએ તેવા અંદાજો કરી શકતા નથી. જો કોરોના વાયરસ આ વર્ષમાં ફરીથી ઉથલો ન મારે તો પણ આ વર્ષે આર્થિક કામગીરીમાં વૈશ્વિક સ્તરે છ ટકાનો ઘટાડો થશે તેવી આગાહી સંસ્થાએ કરી છે. જોકે આગામી વર્ષે તેમાં ૨.૮ ટકાનો વધારો થઇ શકે છે. પરંતુ વર્ષમાં ફરી કોરોનાનો પ્રકોપ આવે તો વૈશ્વિક અર્થતંત્રમાં ૭.૬ ટકાનું મોટું ગાબડું પડશે’ તેમ ઓઇસીડીએ જણાવ્યું હતું. આમ કોરોનાનો ફરી ઉથલો આવે કે ન આવે પરિણામો આકરા અને લાંબાગાળાના રહેશે તેમ રિપોર્ટમાં ઉમેરાયું છે. ઓઇસીડીના સેક્રેટરી જનરલ એન્જલ ગુરિયાએ જણાવ્યું હતું કે ‘હાલની સમસ્યા જીવન અને આજીવિકાની છે. મતલબ કે લોકોએ આરોગ્ય અને અર્થતંત્રમાં પસંદગી કરવાની છે. જો એક નાજુક સ્થિતિએ છે. જો મહામારીને અંકુશમાં નહિ લેવાય તો આર્થિક રિકવરી ઝડપી નહિ બને.’ જો કોરોનાનો બીજો તબક્કો શરૂ થાય તો તેવા સંજોગોમાં ઓઇસીડીએ ૩૭ જેટલા વિકસિત દેશોમાં બેરોજગારીનો દર બમણો થઇને ૧૦ ટકાથઇ જશે. જોકે ૨૦૧૨માં તેમાં થોડાક સુધારો આવશે. જે સુધરીને ૯.૨ ટકા થઇ જશે. ગરીબ દેશોમાં આ આંકડો ઊંચા હોય છે અને ખાસકરીને અનૌપચારિક ક્ષેત્રના કામદારોને સૌથી વધુ અસર થાય છે. સંસ્થાએ આરોગ્યસંભાળ સિસ્ટમ્સમાં રોકાણ કરીને, મેડિકલ પૂરવઠા, વેક્સીન અને સારવારમાં વૈશ્વિસ સહકાર સાધીને તેમજ જે ક્ષેત્રોને સૌથી વધુ અસર થઇ છે તેમાં કામદારોની સંભાળ કરીને અસમાનતાનો સામનો કરવા સરકારોને અનુરોધ કર્યો છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/