ચાર દિવસમાં ૨.૧૪ રૂપિયા ભાવ વધારો ઝીંકી દેવાયો છે , અનલોક-૧માં પેટ્રોલ-ડિઝલનો ભાવવધારો બેકાબૂ
ચાર દિવસમાં ૨.૧૪ રૂપિયા ભાવ વધારો ઝીંકી દેવાયો છે , અનલોક-૧માં પેટ્રોલ-ડિઝલનો ભાવવધારો બેકાબૂ
સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. બુધવારે ૪૦ પૈસા વધારાયા હતા. અગાઉ રવિ અને સોમવારે ૬૦-૬૦ પૈસા તેમજ મંગળવારે ૫૪ પૈસાનો વધારો કરાયો હતો. એટલે કે ચાર દિવસમાં બે રૂપિયા અને ૧૪ પૈસાનો તોતીંગ વધારો કરી દેવાયો છે. લોકડાઉન ખુલવાની સાથે જ વિતેલા ત્રણ દિવસથી દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધી રહી છે અને લગભગ ૮૩ દિવસ પછી ૭ જૂને કિંમતમાં ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા ૪ દિવસમાં પેટ્રોલ પ્રતિ લીટર ૨.૧૪ રુપિયા મોંઘુ થયુ છે, ડીઝલમાં પણ આટલો જ વધારો કરવામાં આવ્યો છે. ખાસ બાબત એ છે કે, વિતેલા ત્રણ મહિનામાં પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્સ ત્રણ ગણા (૨૭૫%) થઇ ગયા છે. ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલ-ડીઝલ રાજ્ય અને કેન્દ્રને ચૂકવવા પડતા ટેક્સ લગભગ ૧૦૭ ટકા હતા, જે હવે વધીને ૨૭૫ ટકાની નજીક આવી પહોંચ્યા છે. પેટ્રોલની બેઝિક પ્રાઇસ ૧૮ રુપિયાના આસપાસ રહે છે. જેની પર ૫૦ રુપિયા સુધીનો ટેક્સ લાગે છે, જ્યારે પેટ્રોલ પંપ કિંમત ૭૨ રુપિયાના આસપાસ છે. મહાનગરોમાં પેટ્રોલની સરેરાંશ કિંમત ૭૨ રુપિયા પ્રતિ લીટર છે, બેઝ પ્રાઇસ ૧૮ રુપિયે પ્રતિ લીટર છે. એક્સાઇઝ ડ્યુટી આશરે ૩૩ રુપિયા અને વેલ્યુ એડેડ ટેક્સ ૧૬ રુપિયા પ્રતિ લીટર છે. આ રીતે પેટ્રોલ પંર કિંમતનો આશરે ૭૦ ચકા ભાગ તો માત્ર એકસાઇઝ ડ્યુટી અને વેટના રુપમાં છે. જે વિશ્વસ્તરે સૌથી વધારે લાગતા ટેક્સ છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/