નંદેસરી ના ચામુંડા નગર વિસ્તાર માં રહીશો ને પાણી ની સમસ્યા! સ્થાનિકોએ GIDC નો મેઈન ગેટ અવરજવર માટે બંધ કરી વિરોધ નોંધાવ્યો!
નંદેસરી ના ચામુંડા નગર વિસ્તાર માં રહીશો ને પાણી ની સમસ્યા! સ્થાનિકોએ GIDC નો મેઈન ગેટ અવરજવર માટે બંધ કરી વિરોધ નોંધાવ્યો!
નંદેસરી GIDC માં આવેલ ચામુંડાનગર વિસ્તાર માં પાણી ન આવતા સ્થાનિકો એ હોબાળો મચાવ્યો હતો, અનગઢ ગ્રામ પંચાયત માં ચામુંડા નગર વિસ્તાર નો સમાવેશ થાય છે, છેલ્લા કેટલાક મહિનાઓ થી આ ચામુંડા નગર વિસ્તાર માં પાણી ની વ્યવસ્થા ના થતી હોવાથી આજે સવારે સ્થાનિકો એ હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું નંદેસરી ઔદ્યોગિક વિસ્તાર માં અવરજવર નો ગેટ વિરોધ કરી સ્થાનિકોએ બંધ કરી દેતા હજારો કામદારો અટવાયા હતા, નંદેસરી પોલીસે ઘટના સ્થળે પોહચી સ્થાનિકો ને સમજાવી નંદેસરી GIDC માં અવરજવર માટે નો મેઈન ગેટ ખોલાવ્યો હતો,
સ્થાનિકો ના વિરોધ સામે અનગઢ ગ્રામ પંચાયત ના સરપંચે સ્થાનિકો ને પાણી ની સમસ્યા નું જલ્દી થી નિવારણ કરવાની બાંહેધરી આપી હતી.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/