આરોગ્યગુજરાતદેશ દુનિયા

વિશ્વભરમાં ભારત કોરોના ટેસ્ટિંગના મુદ્દે ૧૩મા ક્રમે છે , ચાર કરોડથી વધુ વસ્તીવાળા વિશ્વમાં માત્ર ૧૪ દેશ

વિશ્વભરમાં ભારત કોરોના ટેસ્ટિંગના મુદ્દે ૧૩મા ક્રમે છે , ચાર કરોડથી વધુ વસ્તીવાળા વિશ્વમાં માત્ર ૧૪ દેશ

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં તાંડવ મચાવ્યો છે. આ વાયરસની રસી કે કોઈ ચોક્કસ સારવાર નથી. તેને રોકવાનો એકમાત્ર હથિયાર છે ટેસ્ટિંગ. જેટલી વધારે ટેસ્ટિંગ થશે તેટલી ઝડપથી આ વાયરસને ફેલાતા અટકાવી શકાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ટેસ્ટિંગ પર ભાર આપતા પ્રત્યેક દેશને ટેસ્ટિંગની સંખ્યા વધારવાનો આગ્રહ કર્યો છે. જા મોટી સંખ્યામાં ટેસ્ટિંગ નહીં થાય તો કોરોનાના દર્દીઓ અને મૃત્યુના આંકનો વિસ્ફોટ થશે તેવી ચેતવણી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશની ચેતવણી છતાં પણ ભારત ટેસ્ટિંગની રીતે વિશ્વમાં ભારે બેદરકારી દાખવતા તળિયે છે. ચાર કરોડ કે વધુ વસ્તી ધરાવતા દેશો ગણીને વિશ્વમાં ૧૪ છે જેમાં ભારત દસ લાખ વસ્તી દીઠ કોરોના ટેસ્ટિંગની રીતે છેક ૧૩માં ક્રમે છે. ભારતમાં બે દિવસ અગાઉ જે પ્રાપ્ય આંકડા છે તે પ્રમાણે ભારતમાં ૫૦,૬૧,૩૩૨ નાગરિકોના જ ટેસ્ટ થયા છે જે દસ લાખની વસ્તી દીઠ ૩,૬૭૦ માંડ થાય છે. ભારત હવે આગામી બે દિવસમાં જ સ્પેન, બ્રિટનના કુલ દર્દીઓના આંકને વટાવી વિશ્વમાં યુએસએ, બ્રાઝિલ અને રશિયા પછી ચોથા ક્રમે પહોંચી જવાનું છે. તબીબી જગતે એવું તારણ કાઢ્યું છે કે ભારતે લોકડાઉનના ચાર તબક્કામાં જે હદે ટેસ્ટિંગમાં ઉદાસિનતા બતાવી છે તે વધુ હજારોના મૃત્યુ માટે જવાબદાર ઠરી શકે તેમ છે. લોકડાઉનમાં ભારે છૂટછાટ આપવાના કારણે સંક્રમણ ખાસ્સો ફેલાઈ ચૂક્યો છે. આ માટેનો દર ટીપીઈ એટલે કે ‘ટેસ્ટ પોઝિટિવ રેટ’ કહેવાય. દિલ્હીમાં આ રેટ ૩૭.૮૨ આવ્યો છે એટલે પ્રત્યેક ૧૦૦ રેન્ડમ ટેસ્ટિંગમાંથી ૩૭ નાગરિકો પોઝિટિવ આવે છે. જ્યારે સમગ્ર દેશની વાત કરીએ તો દેશભરમાં જે ટેસ્ટ થયા છે તેમાં રોજ સરેરાશ ૦.૫ ટકા વધી રહ્યુ છે. ભારતનું હાલ સરેરાશ ૮.૨ ટકા છે. આ ટકાવારી સંપૂર્ણ ગેરમાર્ગે દોરનારી છે કેમ કે એક તો ભારતમાં ટેસ્ટિંગ જ સાવ તળિયે છે. જા ટેસ્ટિંગ પ્રતિ દસ લાખની વસ્તીએ એક લાખ થાય તો રોજ નવા હાલના નવ હજાર ઉપરાંત આઠ હજાર દર્દી ઉમેરાય. નોંધનીય છે કે, ભારતની તુલનામાં સ્પેનમાં ૯૫,૦૦૮, રશિયામાં ૯૨,૮૮૦, યુ.કે. ૮૬,૫૦૨, ઈટાલી ૭૧,૪૨૨, યુએસએ ૬૪,૩૫૫, જર્મની ૫૧,૯૧૫, તુર્કી ૨૮,૬૫૫, ફ્રાંસ ૨૧૨૧૬, સાઉથ આપ્રિકા ૧૬,૩૩૫, ઈરાન ૧૩,૪૪૭, યુક્રેન ૧૦,૧૯૪અને બ્રાઝિલમાં ૪,૭૦૬ કોરોના ટેસ્ટ પ્રતિ ૧૦ લાખની વસ્તી દીઠ થયા છે અને આ બધા દેશ ભારત કરતા આગળ છે.

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button