આરોગ્યગુજરાતદેશ દુનિયા

૧૪૩મી રથયાત્રામાં માર્યાદિત ભાવિકોની ઉપસ્થિત રહેશે , માત્ર ૯૦ ખલાસીઓ જ રથયાત્રામાં જાડાઈ શકશે

૧૪૩મી રથયાત્રામાં માર્યાદિત ભાવિકોની ઉપસ્થિત રહેશે , માત્ર ૯૦ ખલાસીઓ જ રથયાત્રામાં જાડાઈ શકશે

કોરોનાને લીધે ભગવાન જગન્નાથીજીની ૧૪૩મી રથયાત્રા આગામી ૨૩મી જૂને માર્યાદિત ભાવિકોની હાજરીમાં નીકળવાની છે. તેવામાં રથયાત્રા સંદર્ભે સરકારે હજી સુધી મંદિર સાથે કોઇ વાતચીત કરી નથી. જોકે મંદિર તરફથી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોના મહામારીને લઇને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રથ ખેંચનાર ખલાસીઓની સંખ્યામાં આ વખતે ઘટાડો કરવામાં આવ્યો છે. સૂત્રો જણાવ્યુ હતુ કે, આ વખતે ત્રણ રથ માટે માત્ર ૯૦ ખલાસીઓ જ રથયાત્રામાં જોડાઈ શકશે. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, હજી સુધી આ મામલે કોઇ નિર્ણય લેવાયો નથી.નોંધનીય છેકે, જો એક રથ માયે ૩૦ ખલાસીઓન નક્કી કરવામાં આવે તો રથ ખેંચવામાં મુશ્કેલી પડી શકે છે. એક રથ ખેંચવા માટે ૧૦૦ ખલાસીની જરૂર પડે છે. દર વર્ષે જગન્નાજીની રથયાત્રામાં ૧૫૦૦ જેટલા ખલાસીઓને રથ ખેંચવાનું સૌભાગ્ય મળે છે. કોરોનાના કારણે રથ ખેંચવાની પરંપરામાં ફેરફાર કરાયો છે અને ખલાસીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. હાલ રથના સમારકામ અને રંગરોગાનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વખતે ૧૪૩મી રથયાત્રાના આયોજનમાં જીવલેણ કોરોના વાયરસે વિÎન ઉભુ કર્યું છે. રથયાત્રામાં આ વખતે ભક્તોનો સમાવેશ કરવામાં આવશે નહીં. શહેરીજનો દૂરથી જ ભગવાન જગન્નાથના દર્શન કરી શકશે. દેશ સહિત વિશ્વભરમાં કોરોનાનો આતંક યથાવત જારી રહ્યો છે. કોરોના વાયરસે ગુજરાત અને અમદાવાદમાં પણ પોતાનો પગપેસારો કર્યો છે અને ગુજરાતમાં પણ કેસોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યા છે જેના પગલે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી બન્યું છે

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button