ગૌ તસ્કરી કરતા 2 આરોપી, 2 ગાડી સાથે ધરપકડ કરતી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ! તસ્કરી કરેલ 07 ગાયો ને બચાવી લેવાઈ!
ગૌ તસ્કરી કરતા 2 આરોપી, 2 ગાડી સાથે ધરપકડ કરતી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ! તસ્કરી કરેલ 07 ગાયો ને બચાવી લેવાઈ!
રાજ્ય માં અલગ અલગ વિસ્તાર માં ગૌ તસ્કરી ના બનાવો બની રહ્યા છે તેવામાં વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ગાયો ની ચોરી થતી હોવાની પોલીસ ફરીયાદો નોંધાઇ છે, તેવામાં ચાર દિવસ અગાઉ કારેલીબાગ વિસ્તારમાંથી સ્કોર્પિયો કારમાં ગાયોની તસ્કરી થઇ હોવાનો વિડિઓ વાઇરલ થયો હતો. આ મામલે કારેલીબાગ પોલીસે ગુનો નોંધી ગૌ તસ્કરોની શોધખોડ હાથ ધરી હતી. દરમિયાન સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા ટેકિનકલ મદદ ના માધ્યમથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વડોદરા અને ભરૂચના બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા માં ચાર દિવસ અગાઉ કારેલીબાગ વિસ્તારમાંથી 7 ગાય અને વાછરડાની ચોરી થઇ હતી. આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી હતી , દરમિયાન સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ સોંપાતા ડભોઇ રોડ પર રહેતા અલ્તાફ હુશેનભાઇ શેખ અને ભરૂચના ટંકારીયા ગામના ફઝલ શાફિક રોબરની ધરપકડ કરી સ્કોર્પીયો કાર તથા 7 ગાયો-વાછરડા ને કબજે કરવામાં આવ્યા, પોલીસ પુછપરછ
કરતા ઝડપાયેલા બન્ને આરોપીઓએ જણાવ્યું કે ફઝલ તેના અન્સય સાગરીતો ઇલિયાસમામ, મકબુલ સત્તારભાઇ મંસુરી, અકબર અને ટેક્ષી સાથે સ્કોર્પીયો કારમાં વડોદરા પહોંચતા હતા. ત્યારબાદ અલ્તાફ શેખ ફઝલને ગાયો અન વાછરડા ચોરી કરવા માટે લોકેશન આપતો હતો. તથા ગાયો સ્કોર્પીયો કારમાં મૂકી કયા રસ્તે શહેરમાંથી બહાર નિકળવુ તેનુ પણ લોકેશન આપતો હતો. ગાયો અને વાછરડાને વડોદરાથી ચોરી કરી ભરૂચના ટંકારીયા ગામમાં લઇ જવામાં આવતા, ત્યારબાદ પશુઓને કતલખાનામાં વેંચી દેવામાં આવતા હતા. અલ્તાફને લોકેશન આપવાના કામ માટે એક ગાય અથવા વાછરડા દીઠ 1000 રૂપિયા કમિશન આપવામાં આવતુ. કતલખાનામાં ગયેલા પશુઓનુ ગૌ માસ આસપાસના ગામો તથા સુરત મહિલા મારફતે આ ગેંગ પહોંચાડતી ગાયોની તસ્કરીમાં વપરાતી સ્કોર્પીયો કારની તપાસ કરતા કારમાં એક્ટિવાની નંબર પ્લેટ લગાડી તસ્કરો ચોરી કરવા માટે ફરતા હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.
ક્રાઈમ બ્રાન્ચે ગૌ તસ્કરી માં સામેલ 04 આરોપીઓ ને વોન્ટેડ જાહેર કર્યા
વોન્ટેડ જાહેર કરેલ આરોપી ના નામ
(1) ઈલિયાસમામા
(2) મકબુલ સત્તારભાઈ મન્સૂરી
(3) અકબત
(4) ટેક્ષી નામનો ઇસમ
ક્રાઈમ બ્રાન્ચ ના જણાવ્યા અનુસાર વોન્ટેડ તમામ ધોળકા અમદાવાદ ના રહેવાસી………
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/