રેલવે પાસેથી ૭ રાજ્યોએ શ્રમિક સ્પેશિયલ ટ્રેન માગી , ગુજરાત સરકાર દ્વારા એક ટ્રેનની માગ કરાઈ
રેલવે પાસેથી ૭ રાજ્યોએ શ્રમિક સ્પેશિયલ ટ્રેન માગી , ગુજરાત સરકાર દ્વારા એક ટ્રેનની માગ કરાઈ
ભારતીય રેલવે પાસેથી ૭ રાજ્યોએ કુલ ૬૩ શ્રમિક સ્પેશિયલ ટ્રેનની માગ કરી છે. જેમાંથી મોટાભાગની ૩૨ ટ્રેન કેરળથી રવાન થશે અને ૨૩ ટ્રેનોનું ગંતવ્ય સ્થળ પશ્ચિમ બંગાળ હશે. રેલવે બોર્ડના અધ્યક્ષ દ્વારા તાજેતરમાં જ જે તે રાજ્યોના મુખ્ય સચિવોને એક પત્ર મોકલવામાં આવ્યો હતો. જેમાં તેમને પ્રવાસી મજૂરોને વતન પરત મોકલવા માટે જો હજુ પણ ટ્રેનની જરૂરિયાત હોય તે જણાવવા સૂચના આપી હતી. રેલવેના સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ કે ૭ રાજ્ય પૈકી સૌથી વધુ ૩૨ શ્રમિક સ્પેશિયલ ટ્રેન કેરળથી રવાના થશે, જેમાંથી મોટાભાગની ૨૩ ટ્રેન પશ્ચિમ બંગાળ જશે. જ્યારે તામિલનાડુ દ્વારા ૧૦ શ્રમિક સ્પે. ટ્રેનની, જમ્મુ-કાશ્મીરએ ૯, કર્ણાટકએ ૬, આંધ્રપ્રદેશએ ૩ અને પશ્ચિમ બંગાળ દ્વારા ૨ ટ્રેનની માગ કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા પણ એક ટ્રેનની માગ કરાઈ છે. રેલવેના સુત્રોએ જણાવ્યું કે ઉત્તરપ્રદેશ કે બિહાર રાજ્ય સરકાર દ્વારા ટ્રેનોની જરૂરિયાત બાબતે હજુ સુધી કોઈ જાણકારી આપી નથી. રેલવે બોર્ડના અધ્યક્ષ દ્વારા ગત તા.૨૯મી મે, ૩જી જૂન અને ૯મી જૂને આ બાબતે તમામ રાજ્ય સરકારોને પત્ર પાઠવવામાં આવ્યો હતો. તેમાં એમ પણ જણાવ્યું હતું કે રેલવે પાસે શ્રમિક સ્પે. ટ્રેનની માગ કર્યા બાદ ૨૪ કલાકની અંદર જરૂરિયાતની સંખ્યામાં ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવશે. હજુ પણ પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં મોકલવાની કામગીરી જારી છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/