ગુજરાત સહિત ઘણા રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં વરસાદ , બંગાળની ખાડીમાં ઓછા થતા દબાણના ક્ષેત્ર અને વેસ્ટર્ન ડિસ્ટરર્બન્સ પર નજર જરૂરીઃએમપી પછી યુપીમાં પહોંચ્યું
ગુજરાત સહિત ઘણા રાજ્યમાં આગામી ૨૪ કલાકમાં વરસાદ , બંગાળની ખાડીમાં ઓછા થતા દબાણના ક્ષેત્ર અને વેસ્ટર્ન ડિસ્ટરર્બન્સ પર નજર જરૂરીઃએમપી પછી યુપીમાં પહોંચ્યું
ગરમી અને ઉકળાટમાંથી હવે લોકોને જલદી રાહત મળે તેવા અણસાર દેખાઈ રહ્યા છે. ચોમાસુ સતત આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૪૮ કલાકમાં દેશના કેટલાય રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે શુક્રવારે કહ્યું કે મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને છતીસગઢના કેટલાક ભાગોમાં આગામી ૨૪ કલાકની અંદર વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસોમાં ચોમાસુ બિહારમાં પહોંચી શકે છે. જોકે, બંગાળની ખાડીમાં ઓછા થતા દબાણના ક્ષેત્ર અને વેસ્ટર્ન ડિસ્ટરર્બન્સ પર નજર રાખવી જરુરી છે. ગુજરાત, દક્ષિણ મધ્યપ્રદેશ, ઝારખંડ અને બિહાર તરફ ચોમાસુ આગળ વધવાની સ્થિતિ બની રહી છે, જેના કારણે આગામી ૨૪ કલાકમાં આ રાજ્યોના ભાગોમાં મુશળાધાર વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે ઉમેર્યું કે ચોમાસાને દિલ્હી પહોંચવામાં હજુ સમય લાગશે. પહેલા જોવા મળ્યું હતું કે ચોમાસુ મધ્યપ્રદેશ અને પછી ઉત્તરપ્રદેશ પહોંચ્યું છે. ત્યારબાદ એ દિલ્હી પહોંચશે, જેને હજુ લાંબો સમય લાગશે. આગામી બે દિવસમાં કર્ણાટકના તટીય પ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/