રાજ્યમાં લોકડાઉન ખુલતાં કોરોના મહામારી અનલોક , ૧૧ જૂન સુધીમાં દર કલાકે ૧ મોત અને ૨૦ નવા કેસ
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. ૧૧મી જૂને સાંજે ૫.૦૦ વાગ્યા સુધીમાં ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક ૫૧૩ કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત થયેલા ચોપડે નોંધાયેલા કેસોની સંખ્યા ૨૨ને આંબી ગઈ છે. આ સ્થિતિમાં કેટલાક અવલોકનો આવશ્યક છે. એક તો રાજ્યમાં પહેલાંથી કોરોનાના કેસ વધી રહ્યા હતા તેવામાં રાજ્ય સરકારે લોકડાઉન ખોલીને અનલોક-૧ જાહેર કરતાં તમામ લોકો ઘરોમાંથી બહાર આવી રહ્યા છે. આ અનલોક ગુજરાત માટે કાળ બનીને આવ્યું છે. રાજ્યમાં અનલોક-૧ના પ્રથમ ૧૧ દિવસમાં ૫૨૭૩ પોઝિટિવ કેસ અને ૩૪૭ મોત થયા છે. આ આંકડાને ૧૧ દિવસના કલાકો સાથે ભાંગીને આંકડો મેળવો તો ચોંકાવનારું તથ્ય જાણવા મળે છે. જૂનમાં મહિનામાં ૧૧ દિવસમાં ૫૨૭ કેસ નોંધાયા અને ૩૪૭ મૃત્યુ થયા છે. આ કેસને દર ૧ કલાક સાથે ડિવાઈડ કરો તો ૧૧ દિવસના ૨૬૪ કલાકમાં પ્રતિ કલાકે રાજ્યમાં ૧૯.૯ એટલે કે ૨૦ જેટલા કેસ અને ૧.૩ એટલે કે એવરેજ એક મોત તો નીપજ્યું છે. આ સ્થિતિ ગંભીર છે અને તેની ગંભીર નોંધ લેવાય તે આવશ્યક છે. જા કે, વેપાર ધંધાને પાટે ચડાવવા માટે સરકારે જે ગાઈડલાઈન બનાવી તેમાં તકેદારીની તમામ બાબતો આવરી લેવાઈ છે છતાં સરકારના આ કેલ્ક્યૂલેટેડ જાખમમાં પ્રથમ ૧૧ દિવસમાં રાજ્યમાં લોકો કોરોનાના સાણસામાં આવી રહ્યા હોય તેવું માલૂમ થઈ રહ્યું છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/