અમેરિકામાં એપ્રિલમાં ૭૭ લાખને જોબમાંથી છૂટા કરાયા , કોરોના મહામારીની ગંભીર અસર
અમેરિકામાં એપ્રિલમાં ૭૭ લાખને જોબમાંથી છૂટા કરાયા , કોરોના મહામારીની ગંભીર અસર
વિશ્વના તમામ દેશોમાં કોરોના વાયરસ મહામારી વિકરાળ સ્વરુપ ધારણ કરી રહી છે, જેમાં સૌથી વધુ અસર અમેરિકામાં જોવા મળી રહી છે. અમેરિકામાં છેલ્લા મહિનાઓથી ઓફિસો, રેસ્ટોરન્ટો, દુકાનો, સ્કૂલો બંધ છે, જેની અસર આર્થિક ગતિવિધિઓ પર પડી છે, જેના પગલે એપ્રિલ મહિનામાં લગભગ ૭૭ લાખ અમેરિકનોને નોકરીથી છૂટા કરવામાં આવ્યા છે. અમેરિકન શ્રમ વિભાગે જાહેર કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે એપ્રિલ મહિનામાં નોકરી ખતમ થઈ રહી છે. ઉપલબ્ધ નોકરીઓ પૈકી માર્ચ મહિનામાં ૧૬ ટકાના ઘટાડો થયો, એ સાથે પાંચ લાખ નોકરીઓ છીનવાઈ ગઈ છે. ટૂંકમાં, માર્ચ અને એપ્રિલ મહિનામાં એક અંદાજ અનુસાર ૧.૧૫ કરોડ અમેરિકનોને નોકરીથી છૂટા કરવામાં આવ્યા છે. શ્રમ વિભાગના રિપોર્ટમાં કહેવાયું છે કે, કોરોના વાયરસના કારણે પેદા થયેલાં આર્થિક સંકટમાંથી બહાર આવતા લાંબો સમય લાગશે, જોકે કેટલો સમય લાગશે એ કહેવું મુશ્કેલ છે.અમેરિકામાં બેરોજગારીનો દર છેલ્લા ૮૦ વર્ષમાં સૌથી ઉચ્ચસ્તર પર છે, એટલે અમેરિકાની સરકારે બેરોજગારોને ૪૫ હજાર રુપિયાનું ભથ્થું આપવાનું નક્કી કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ પછી અમેરીકામાં બેરોજગારી ભથ્થા માટે ૩.૮૬ કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. હાલના સમયે અમેરિકામાં બેરોજગારી દર ૧૪.૭ ટકા જેટલો થઈ ગયો છે, જેના કારણે અમેરિકાની સરકારની મુશ્કેલી વધી છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/