કોરોનાનો વહેલો ટેસ્ટ થાય તો નેગેટિવ આવી શકે : અભ્યાસ. કોરોનાના લક્ષણો આવે તેના ત્રણ દિવસ પછી જ કોરોનાનો ટેસ્ટ થાય તો તેનું સાચું નિદાન આવી શકે : રિવ્યૂ રિસર્ચ
કોરોનાનો વહેલો ટેસ્ટ થાય તો નેગેટિવ આવી શકે : અભ્યાસ. કોરોનાના લક્ષણો આવે તેના ત્રણ દિવસ પછી જ કોરોનાનો ટેસ્ટ થાય તો તેનું સાચું નિદાન આવી શકે : રિવ્યૂ રિસર્ચ
કોરોનાનો ટેસ્ટ પ્રારંભિક તબક્કામાં થાય તો તેનો રિપોર્ટ ખોટો નેગેટિવ નિદાન આવી શકે છે. એ પછી તેઓ એ જ વાયરસ માટે પોઝિટિવ જાહેર થઇ શકે છે તેમ જણાવતાં એક અભ્યાસમાં ઉમેરાયું છે કે કોરોનાના લક્ષણો આવે તેના ત્રણ દિવસ પછી જ કોરોનાનો ટેસ્ટ થાય તો તેનું સાચું નિદાન આવે છે. ઇન્ટરનલ મેડિસિનના જર્નલ એન્નલ્સમાં પ્રકાશિત કરાયેલા રિવ્યૂ રિસર્ચમાં આ બાબત જણાવવામાં આવી છે. હોસ્પિટલમાં દાખલ કેટલાક સહિત આશરે ૧,૩૩૦ દરદીઓના સ્વેબના નમૂનાનું વિશ્લેષણ કરાતા આ બાબત પ્રકાશમાં આવી છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના અભ્યાસના સહ-લેખક લોરેન કુકિર્કાએ જણાવ્યું હતું કે કોઇ વ્યક્તિને કોરોનાના લક્ષણો હોય કે ન હોય તેનો નેગેટિવ ટેસ્ટ એ બાબતની ગેરેન્ટી નથી આપતી કે તેને વાયરસની અસર નથી. કુકિર્કાએ ઉમેર્યું હતું કે આમ આ મામલે પ્રતિસાદ કેમનો કરવો કે કેવીરીતે તેનું અર્થઘટન કરવું તે સમજાતું નથી. એક નકારાત્મક ટેસ્ટ અતિ મહત્વનો છે કેમ કે આ ટેસ્ટ પરફેક્ટ છે તેમ માનીને બેસી રહીએ તો તેનાથી અન્યોને જોખમમાં મુકીએ છીએ. જોકે, વાયરસથી ચેપગ્રસ્ત લોકો હજુ પણ વાયરસ ફેલાવવાની સંભાવના ધરાવે છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/