આરોગ્યગુજરાતગેજેટ એન્ડ ઓટોજીવનશૈલીદેશ દુનિયા

કોવિડની ઘણી સ્માર્ટફોન એપ સુરક્ષાનો ખાતરી આપતી નથી , મોટાભાગની કોવિડ- ૧૯ની વિગતો જણાવતી મોબાઈલ એપ્લિકેશન પૈકીની ગણતરીની એપ યુઝરના ડેટાને અનામી, એન્ક્રિપ્ટેડ અને સુરક્ષિત રાખી શકે છે

કોવિડની ઘણી સ્માર્ટફોન એપ સુરક્ષાનો ખાતરી આપતી નથી , મોટાભાગની કોવિડ- ૧૯ની વિગતો જણાવતી મોબાઈલ એપ્લિકેશન પૈકીની ગણતરીની એપ યુઝરના ડેટાને અનામી, એન્ક્રિપ્ટેડ અને સુરક્ષિત રાખી શકે છે


ભારત સહિત વિશ્વભરના દેશોમાં કોરોનાના કહેર દિનપ્રતિદિન આફતનો પર્યાય બનતો જઈ રહ્યો છે. ત્યારે તેની સાથે સાથે અદ્યતન સુરક્ષા ઉપાયોની પણ ભરમાળ લાગી રહી છે. ભારતમાં કોરોનાના ચેપથી સુરક્ષિત રહેવા માટે આરોગ્ય સેતુ એપ સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરવાની ભલામણ સરકાર દ્વારા થઈ રહી છે. જ્યારે એપ લાવવામાં આવી ત્યારે જ વિવાદ પણ થવા પામ્યો હતો. તેમ છતાંય હાલ તેનો ભરપુર ઉપયોગ થઈ રહ્યો છે. બીજી વાત ભારતમાં લોકડાઉન દરમિયાન સાઈબર ક્રાઈમના કેસોમાં વધારો નોંધાયો હતો. ત્યારે વગર વિચારે કે પુરતી ખરાઈ વગર સ્માર્ટફોનમાં અવનવી એપ ડાઉનલોડ કરવાના કારણે તમારી પર્સનલ વિગતો જગજાહેર થઈ જતાં મુશ્કેલીમાં મુકાવવાનો પણ વારો આવતો હોય છે. ભારત સહિત દુનિયાના અન્ય દેશોમાં ઉપયોગમાં લેવાતી મોટાભાગની કોવિડ- ૧૯ સંક્રમણની વિગતો જણાવતી મોબાઈલ એપ્લિકેશન યુઝરના વ્યક્તિગત ડેટાના ઉપયોગ કરે છે. પરંતુ તે પૈકીની ગણતરીની એપ જ યુઝરના ડેટાને અનામી, એન્ક્રિપ્ટેડ અને સુરક્ષિત રાખી શકે છે, તેમ અમેરિકામાં એક ભારતીય મૂળના સંશોધકે ૫૦ જેટલી એપના સર્વે તેમજ ઉલટતપાસ બાદ તેનાં અભ્યાસમાં જણાવ્યું છે. ેંજીની યુનિવર્સિટી ઓફ ઈલિયોનોઈસના પ્રોફેસર મસુદા બશીર તેમજ ડોક્ટરેટની વિદ્યાર્થિની તનુશ્રી શર્માએ હાથ ધરેલા અભ્યાસ મુજબ ગુગલ પ્લે પર આંગળીના ટેરવે ઉપલબ્ધ ૫૦ જેટલી કોવિડ-૧૯ એપ્લિકેશનના ડેટા મુજબ જૂજ એપ દ્વારા યુઝરના ડેટા સુરક્ષિત રખાય છે. સંશોધકોના મતે મોટાભાગની કોવિડ ૧૯ એપ યુઝરના આરોગ્ય, તેનાં લોકેશન અને તેની અંગત ઓળખ દર્શાવે તેવી નામ, ઉંમર તેમજ તેના ઈ-મેલ એડ્રેસ અને મતાધિકાર તેમજ નાગરિકતા વગેરે જેવી સંવેદનશીલ માહિતી સતત એકત્રિત કરતી રહે છે, જે જોખમી સાબિત થઈ શકે છે. આગામી દિવસોમાં મહામારીના સમય બાદ આ માહિતીનો ઉપયોગ જે તે દેશની સરકાર તેમજ અન્ય સંસ્થાઓ શેના માટે કરશે, તે પણ વિચારવા જેવી બાબત છે. તેમ સંશોધકોએ નેચર મેડિસિન નામના જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં લખ્યું છે. એપનો વપરાશ કરનાર વ્યક્તિ ક્યાં ક્યાં જાય છે, તે આ એપ દ્વારા સરળતાથી જાણી શકાય છે તેમજ તેનાં સમગ્ર સોશિયલ નેટવર્કની માહિતી પણ આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે છે.વિશ્વભરમાં કોવિડ ૧૯ માટે ઉપયોગમાં લેવાતી એપમાં લાઈવ મેપિંગ અને કેસોની અપડેટના આંકડા વગેરે જેવી સેવાનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત રિયલ ટાઈમ લોકેશન આધારિત એલર્ટ સિસ્ટમ, હોમ આઈસોલેશન અને હાલમાં હોમ કે અન્ય સ્થળે કોરન્ટાઈન લોકો પર રખાતી નજર તેમજ સરકારને લક્ષણો અંગે પ્રત્યક્ષ રીતે જાણ કરવામાં પણ એપનો ઉપયોગ કરવામાં આવે છે.આ ઉપરાંત કેટલીક એપ વર્ચ્યુઅલ મેડિકલ કન્સલ્ટેશન અને કમ્યુનિટી આધારિત ટ્રેસિંગનો વિકલ્પ પણ આપે છે. સંશોધનમાં ચકાસાયેલી ૫૦ એપ પૈકી ૩૦ એપમાં યુઝરના મોબાઈલ ડેટા જેમ કે સંપર્કો, તસવીરો, ફાઈલ્સ, મીડિયા, લોકેશન ડેટા અને કેમેરા વગેરેની મંજૂરી માંગવામાં આવે છે. આ ઉપરાંત જે તે વ્યક્તિના ડિવાઈસની કોલ વિગતો પણ આપવી પડે છે. કેટલીક એપ દ્વારા મોબાઈલ યુઝરની ઉંમર, ઈમેલ એડ્રેસ, ફોન નંબર અને પોસ્ટલ કોડ તેમજ ડિવાઈસનું લોકેશન, યુનિક આઈડન્ટીફાય, મોબાઈલ આઈપી એડ્રેસ અને ઓપરેટિંગ સિસ્ટમ અને મોબાઈલમાં રહેલા બ્રાઉઝર સહિતની વિગતો પણ લેવામાં આવે છે. આ પૈકી ફક્ત ૧૬ એપ જ યુઝરો ડેટા અનામી, એન્ક્રિપ્ટેડ અને સુરક્ષિત હોવાનું કહે છે. સર્વેમાં સામેલ એપ પૈકી ૨૦ એપ સરકારી, આરોગ્ય વિભાગ અને અન્ય અધિકૃત સ્ત્રોતની હોવાનું જણાયું છે. સંશોધકોના મતે કોરોના મહામારીમાં સામૂહિક સંક્રમણની ચકાસણી માટે સર્વેલન્સની કામગીરી આવકાર્ય છે. આરોગ્યકર્મીઓએ તેમની પાસે રહેલા તમામ વિકલ્પોનો ઉપયોગ કરીને લોકોના જીવ બચાવવાની કામગીરી કરવી જોઈએ. જો કે આ માટે મોબાઈલ યુઝરની પ્રાઈવસીનો ભંગ ન થાય તેના માટે પણ માહિતીની ગુપ્તતા જાળવવાના ક્ષેત્રે કામ કરતા લોકોએ પોતાની રજૂઆત કરવી જોઈએ, તેમ પણ અભ્યાસમાં વધુમાં જણાવાયું છે.

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button