આરોગ્યગુજરાતવ્યાપાર

નંદેસરી માં આવેલ પાન ડ્રગ્સ લિમિટેડ કંપની દ્વારા હેઝાર્ડવેસ્ટ કેમિકલ પાણી ખુલ્લા માં છોડવામાં આવ્યું! વરસાદી ઋતુ વેસ્ટ કેમિકલ પાણી ખુલ્લા માં છોડનારાઓ માટે BEST??

નંદેસરી માં આવેલ પાન ડ્રગ્સ લિમિટેડ કંપની દ્વારા હેઝાર્ડવેસ્ટ કેમિકલ પાણી ખુલ્લા માં છોડવામાં આવ્યું! વરસાદી ઋતુ વેસ્ટ કેમિકલ પાણી ખુલ્લા માં છોડનારાઓ માટે BEST??


નંદેસરી ઔદ્યોગિક વસાહત માં અનેક કેમિકલ કંપનીઓ આવેલી છે, કેટલીક કંપનીઓ દ્વારા ચોમાસાની ઋતુ નો લાભ લઇ ચાલુ વરસાદ માં પોતાની કંપની માં જમા કરેલ કેમિકલ વેસ્ટ પાણી સીધું ખુલ્લા માં છોડી દેવામાં આવે છે, રાત્રી ના સમયે વરસાદ પડવાની રાહ જોઇને પાન ડ્રગ્સ લિમિટેડ કંપનીએ પોતાની કંપની માં ઘણા મહિનાઓથી જમા કરેલ હેઝાર્ડવેસ્ટ કેમિકલ પાણી ને ખુલ્લા છોડી દીધું હતું, પાઇપ અને મોટર મારફતે કંપની ની દીવાલ ઉપર પાઇપ મૂકી ને હેઝાર્ડવેસ્ટ કેમિકલ પાણી ને પાન ડ્રગ્સ કંપમની એ કાઢ્યું હતું. હેઝાર્ડવેસ્ટ કેમિકલ પાણી ને ખુલ્લા ગેરકાયરેસર કાઢીને પાન ડ્રગ્સ કંપની મનુષ્ય અને પ્રાણીઓ ના જીવ જોખમમાં મૂકી રહી છે, શુ કંપની માલિક અતુલ પંડ્યા મનુષ્ય અને પ્રાણીઓ ની જિંદગી ની કિંમત કેમિકલ પાણી સાથે સરખાવી રહ્યા છે?
શુ કંપની માલિક અતુલ પંડ્યા ને ગેરકાયદેસર હેઝાર્ડવેસ્ટ કેમિકલ પાણી ખુલ્લા અને ગટર માં છોડતા કોઈ નો ડર નથી રહ્યો??

પ્રાપ્ત વિગત અનુસાર પાન ડ્રગ્સ લિમિટેડ કંપની ખુબજ ઓછા પ્રમાણ માં પોતાનું ETP વેસ્ટ કેમિકલ પાણી કાયદેસર નંદેસરી CETP પ્લાન્ટ માં મોકલે છે, બીજું કંપની ના પ્લાન્ટ માંથી નીકળતું હેઝાર્ડવેસ્ટ કેમિકલ પાણી ને સીધું ગટર માં નાખવામાં આવી રહ્યું છે, કંપની ની ડ્રેજેન લાઇન માં પણ આ વેસ્ટ કેમિકલ પાણી ને સીધું નાખી દેવામાં આવે છે!,

ચોમાસુ ચાલુ થતા ની સાથે આ પાન ડ્રગ્સ કંપની દ્વારા પાણી નો સીધો ગેરકાયદેસર નિકાલ કરવાનું કારસ્તાન વર્ષો થી ચાલતું હોવાની વિગતો મળી છે.
શુ નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ કંપની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે??

 

આર્યનસિંહ ઝાલા

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button