આરોગ્યગુજરાતદેશ દુનિયા

છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૧૪ કેસ : ૨૮ વ્યક્તિના મોત થયા , અમદાવાદામાં નવા ૩૨૭ કેસ સપાટીએ આવ્યા

છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૧૪ કેસ : ૨૮ વ્યક્તિના મોત થયા , અમદાવાદામાં નવા ૩૨૭ કેસ સપાટીએ આવ્યા

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવના નવા દર્દીઓ ઉમેરાયા અને રાજ્યમાં કુલ સંક્રમિતનો આંકડો ૨૪૧૦૪ પર પહોંચ્યો. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદના ૨૩ સહિત ૨૮ વ્યક્તિના મોત થયા અને કુલ મૃત્યુઆંક પંદરસોને પાર થઈ ૧૫૦૬ મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં આજે ૩૩૯ દર્દીઓ સાજા થઈ ઘરે ગયા, વેન્ટીલેટર પર ૭૧ દર્દીઓ સારવાર વ્યક્તિઓ ડિસ્ચાર્જ લઈ ઘરે રવાના થયા. રાજ્યમાં ૧લી જુનથી અનલોક કર્યા બાદ આજે બીજીવારના સૌથી વધારે એક દિવસમાં કોરોના પોઝિટિવના ૫૧૪ કેસ નોંધાયા. જે ગત ૧૩મી જુને નોંધાયેલ ૫૧૭ પછીના છે. જૂન ૧૪ ૫૧૧ કેસ, જુન મહિનાની ૫મી, ૧૦મી અને ૧૧મી તારીખે ૫૧૩ કેસ નોંધાયા છે. જેને તબીબ વર્તુળો સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું જણાવી રહ્યા છે. રાજ્યમાં આજે ૨૮ વ્યક્તિઓ કોરોનાને કારણે ૨૪ કલાકમાં મૃત્યુ પામ્યા છે. જેમાં અમદાવાદમાં ૨૩, સુરતમાં ૪ અને અરવલ્લીમાં ૧ વ્યક્તિનું મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક રાજ્યમાં ૧૫૦૬ નોંધાયા છે. કોરોના પોઝિટિવના આજે નોંધાયેલા નવા કેસમાં અમદાવાદમાં ૩૨૭, સુરતમાં ૬૪, વડોદરામાં ૪૪, ગાંધીનગરમાં ૧૫, જામનગર અને ભરૂચમાં ૯-૯, રાજકોટમાં ૮, પંચમહાલમાં ૭, સાબરકાંઠા અને જુનાગઢમાં ૪-૪, પાટણ અને સુરેન્દ્રનગરમાં ૩-૩, મહેસાણા, અરવલ્લી અને વલસાડમાં ૨-૨, બનાસકાંઠા, આણંદ, કચ્છ, ખેડા, બોટાદ, નવસારી, નર્મદા અને અમરેલીમાં ૧-૧ અને અન્ય રાજ્યમાં ૩ સાથે કુલ આંક ૫૧૪ થયો છે. રાજ્યમાં આજે ૫૯૨૬ કુલ કેસ નોંધાયા છે. જેમાં વેન્ટીલેટર પર ૭૧ અને સ્ટેબલ ૫૮૫૫ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨૯૨૯૦૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના જુદા જુદા જિલ્લામાં આજની તારીખે કુલ ૨૧૧૮૬૭ વ્યક્તિઓને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૦૭૨૯૦ વ્યક્તિઓ હોમ ક્વોરોન્ટાઈન છે અને ૪૬૫૮ વ્યÂક્તને ફેસીલીટી ક્વોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button