છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૨૪ કેસો , ૨૮ વ્યક્તિના મોત થયા , અમદાવાદામાં નવા ૩૩૨ કેસો સપાટી પર
છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૨૪ કેસો , ૨૮ વ્યક્તિના મોત થયા , અમદાવાદામાં નવા ૩૩૨ કેસો સપાટી પર
ઝિટિવ દર્દી નોંધાતા કુલ સંક્રમિતનો આંકડો ૨૪૬૨૮ થયો છે. જ્યારે નવા ૨૮ દર્દી સાથે મૃત્યુઆંક ૧૫૩૪ થયો છે. આજે રાજ્યમાં એક દિવસમાં ૪૯૬૧ ટેસ્ટ કરાયા હતા તે સાથે કુલ ટેસ્ટ ૨૯૭૮૭૦ થયા છે. અમદાવાદના ૨૩૫ સહિત રાજ્યમાં કુલ ૪૧૮ દર્દીઓ સાજા થયા છે. આ સાથે સાજા થનાર દર્દીઓની સંખ્યા ૧૭ હજારને પાર થઈ ૧૭૦૯૦ થયા છે. રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી સતત ૫૦૦થી વધુ કેસ નોંધાવાથી આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની ગયો છે. આજે અમદાવાદમાં નવા ૩૩૨ કેસ નોંધાતા કુલ સંક્રમિતનો આંકડો ૧૭ હજારને પાર થઈ ૧૭૨૯૯ થયો છે. જ્યારે વધુ ૨૧ના મોત છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં થતા કુલ મોત ૧૨૩૧ થયા છે. રાજ્યમાં બીજા ક્રમાંકે સુરતની ચિંતાજનક સ્થિતિ છે. જ્યાં વધુ ૭૧ દર્દી નોંધાતા કુલ સંક્રમીતનો આંકડો ૨૭૧૪ થયો છે. જ્યારે આજે વધુ બે મોત નોંધાતા મૃત્યુઆંક ૧૦૬ પર પહોંચ્યો છે. રાજ્યમાં ત્રીજા ક્રમાંકે વડોદરામાં વધુ ૪૧ કોરોનાના દર્દી નોંધાતા કુલ સંક્રમિતની સંખ્યા ૧૬૩૮ થઈ છે વધુ બે મોત નોંધાતા મૃત્યુઆંક અહીં ૪૫ થયો છે. જ્યારે ગાંધીનગરમાં ૨૨ નવા દર્દી નોંધાતા ૫૦૪ થયા છે. અહીં કુલ મૃત્યુઆંક ૨૧ થયો છે. રાજ્યમાં ૨૨ જિલ્લામાં કોરોનાએ પગપેસરો કર્યો છે. રાજકોટમાં ૧૦, ભરુચમાં ૬, પંચમહાલમાં ૫, અરવલ્લી અને અમરેલીમાં ૪, મહેસાણા, પાટણ, કચ્છ, જામનગર અને સુરેન્દ્રનગરમાં ૩-૩, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ખેડામાં અને અન્ય રાજ્યમાં ૨-૨ કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર બોટાદ, દેવભૂમિ દ્ધારકા અને મોરબીમાં ૧-૧ નોંધાયા છે. રાજ્યમાં આજે કુલ એક્ટીવ કેસ છ હજારનો આંકડો વટાવતા ૬૦૦૪ થયો છે. જેમાં વેન્ટીલેટર પર ૬૪ અને સ્ટેબલ ૫૯૪૦ થયો છે. જ્યારે વધુ ૪૧૮ દર્દીઓ સાથે કોરોનાથી સાજા થનારા આંકડાએ ૧૭ હજાર વટાવીને ૧૭૦૯૦ થયો છે. રાજ્યમાં ૨૧૨૯૦૫ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૦૮૮૩૫ વ્યક્તિઓ હોમ ક્વોરોન્ટાઈન છે અને ૪૦૭૦ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/