સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી પ્રવાસીઓને પાછા મોકલાયા , લોકડાઉનમાં ઘરમાં રહીને કંટાળેલા ગુજરાતીઓ હવે છૂટછાટ મળતા પ્રવાસના મૂડમાં : પોલીસે છૂટ ન આપી
નર્મદા રાજપીપળા ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સરકાર દ્વારા અનલોક-૧ જાહેર કરી આંતર જિલ્લા અને આંતર રાજ્યોની ચેકપોસ્ટ પણ ખુલ્લી મૂકી દીધી છે. લોકડાઉનમાં ઘરમાં રહીને કંટાળેલા ગુજરાતીઓ હવે છૂટછાટ મળતા પ્રવાસના મૂડમાં આવ્યા છે. એટલે ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓનો પહેલી પસંદ નર્મદા જિલ્લાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય છે. સરકારે અનલોક જાહેર કર્યું છે તો બીજી બાજુ પ્રવાસન સ્થળો ખુલ્લા મુકવાની સરકારે જાહેરાત કરી ન હોવા છતાં દરરોજના ૨૦૦ થી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જાવા આવે છે, પરંતુ ફરજ પર હાજર પીએસઆઈ કે.કે પાઠકે પ્રવાસીઓની પૂછતાછ કરી ચેકીંગ પણ હાથ ધરાઈ રહ્યું છે. સરકારની સૂચનાને અવગણી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પ્રવેશ અપાયો ન હતો અને એમને સમજાવી પરત મોકલ્યા હતા.આ બાબતે માહિતી આપતા પીએસઆઈ કે.કે.પાઠકે જણાવ્યું હતું કે હજી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જાવા પ્રવાસીઓ આવે છે. પરંતુ કેવડિયા ખાતે નર્મદા માતાની મૂર્તિ પાસે પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચનાથી અમારા પોલીસ સ્ટાફ ખુબ જ ગંભીરપુર્વક ચકાસણી કરી પુછપરછ કરી સ્ટેચ્યુ જાવા આવેલા લોકોને પાછા મોકલી આપે છે. અત્યાર સુધી ૨૦૦થી વધુ પ્રવાસીઓની ગાડી પરત કરી છે. જયારે પ્રવાસી ધુવિલ પટેલનું કહેવું છે કે અમને ખબર નહોતી કે બધુ બંધ હશે કેવડિયા પહોંચ્યા પછી અમને ખબર પડી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ છે. નર્મદા માતાજીની મૂર્તિ પાસે પોલીસે ચેકીંગ કરી પૂછપરછ કરતા ખબર પડી કે સ્ટેચ્યુ બંધ છે. એટલે કેવડિયાથી પરત જઈએ છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/