પોદાર વર્ડ સ્કૂલ દ્વારા વાલીઓ ને લૂંટવામાં આવી રહ્યા છે, કોરોના ના કહેર વચ્ચે સ્કૂલ ફિ ની સાથે સાથે લેટ ફિ લેવામાં આવી !
કોરોના ની મહામારી માં લોકડાઉન ની સ્કૂલ ફી સ્કૂલ સંચાલકો નહીં વસૂલી કરી રાજ્ય સરકાર ના આદેશ પોદાર વર્ડ સ્કૂલ સંચાલકો ઓગાળીને પી ગયા, વાલીઓ જોડે થી કાયદેસર ની ફી ની સાથે સાથે લેટ ફી ના નામે હજારો ઉઘરાવામાં આવી રહ્યા છે, શેરખી કેનાલ રોડ ઉપર આવેલ પોદાર સ્કૂલ સંચાલકો વાલીઓ જોડે થી ધરખમ ફી ઉઘરાવી રહ્યા છે, સ્કૂલ સંચાલકો એ વાલીઓ ને જણાવ્યું હતું કે તમાંરે ફરજીયાદ સ્કૂલ માંથી જ ચોપડા લેવા પડશે, ચોપડા ના નામે પણ લૂંટ ચલાવે છે,એક અઠવાડિયા ની લેટ ફીસ 300 રૂપિયા લેખે લેવામાં આવી રહી છે. લાગે છે આ સ્કૂલે અભ્યાસ ને વેપાર બનાવી દીધો છે?
પોદાર સ્કૂલ માં અભ્યાસ કરતા બાળક ના પિતા રણજીતસિંહ રાજપૂત એ જણાવ્યું હતું કે સ્કૂલ માં ઉઘાડી લૂંટ ચાલી રહી છે, છોકરાઓ નું ભણતર ના બગડે એટલે કોઈ વાલીઓ આવાજ ઉઠાવવા તૈયાર નથી થતા,મારી પાસે થી 8 હજાર રૂપિયા લેટ ફી લેવામાં આવી છે, અને પોદાર વર્ડ સ્કૂલ સંચાલકો આગામી વર્ષ ની એડવાન્સ ફી માંગી રહ્યા છે, ફી જમા કરો પછી જ તમારા બાળક ને અભ્યાસ ની કીટ આપવામાં આવશે એવું સ્કૂલ સંચાલકો જણાવી રહ્યા છે, પોદાર વર્ડ સ્કૂલ દ્વારા ફીસ માફ કરવા મુદ્દે સરકાર ના આદેશ નું પાલન નથી કરવામાં આવી રહ્યું , ફીસ સાથે સાથે લેટ ફી પણ ઉઘરવામાં આવી,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/