દેશના ૮ રાજ્યોમાં રાજ્યસભાની ૧૯ બેઠકો માટે આજે ચૂંટણી જંગ , કોરોનાની મહામારીને પગલે ચૂંટણી પંચે વિશેષ આયોજન કર્યું
દેશના ૮ રાજ્યોમાં રાજ્યસભાની ૧૯ બેઠકો માટે આજે ચૂંટણી જંગ , કોરોનાની મહામારીને પગલે ચૂંટણી પંચે વિશેષ આયોજન કર્યું
કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે ૧૯મી જૂને દેશના ૮ રાજ્યોમાં કુલ ૧૯ રાજ્યસભાની બેઠકો માટે શુક્રવારે મતદાન થશે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં અનેક ધારાસભ્ય કોવિડ-૧૯ની લપેટમાં આવી ગયા હતા. તેને લઈ કોરોના ચેપગ્રસ્ત ધારાસભ્યોના માટે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન માટે ચૂંટણી વિભાગે વિશેષ તૈયારી કરી છે. તંત્ર દ્વારા આવા ધારાસભ્યોના માટે પોસ્ટલ બેલેટ તેમજ પીપીઈ કિટથી સુસજ્જ થઈને મતદાન કરવાની સુવિધા પુરી પાડશે. ગુજરાતમાં સત્તાપક્ષ ભાજપના ત્રણ ધારાસભ્ય કોરોના ચેપગ્રસ્ત થયા હતા. જેમાં નરોડા બેઠકના બલરામ થાવાણી, નિકોલના જગદીશ પંચાલ તેમજ વેજલપુર બેઠકના કિશોર ચૌહાણનો કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝીટીવ આવતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ત્રણેય ધારાસભ્યોનો રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં એક એક મત માટે બંને પક્ષ વચ્ચે જોરદાર સંઘર્ષ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં ભાજપના ત્રણેય ધારાસભ્યના મત મહત્વના માનવામાં આવી રહ્યા છે. ચૂંટણી વિભાગે કોરોના ચેપગ્રસ્ત થયેલા ધારાસભ્યોના મતદાન માટેની સુવિધા આપી છે. તેના અંતર્ગત ત્રણેય ધારાસભ્યો પીપીઈ કિટ પહેરીને મતદાન કરવાનું રહેશે. મતદાન પૂર્વે તેમનું થર્મલ સ્ક્રીનીંગ પણ કરાશે. આ ઉપરાંત તેઓના મતદાન બાદ પોલિંગ બુથને સંપુર્ણપણે સેનિટાઈઝ કરવામાં આવશે. ચૂંટણી તંત્રે તેમને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિદ્યા પ્રદાન કરી છે. ગુજરાતની જેમ મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય કુણાલ ચૌધરી કોરોના ચેપગ્રસ્ત છે. રાજ્યસભા ચૂંટણીમાં કૃણાલ ચૌધરીને પીપીઈ કિટ પહેરીને મતદાન કરવાનું રહેશે. મતદાન દરમિયાન તેમના વોટને અલગ રાખવા પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. એથી મતપત્રની ગણતરીમાં સામેલ કર્મચારીઓને સુરક્ષિત રાખી શકાય. કોરોના સંકટમાં યોજાનાર રાજ્યસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં ત્રણ બેઠક પર ૪ ઉમેદવારો મેદાનમાં છે. વાયરસના પ્રકોપના પગલે ધારાસભ્યોના મતદાન માટે વિધાનસભા ગૃહમાં વિશેષ તૈયારી કરાઈ છે. સામાજિક અંતરનું પાલન કરાવવા માટે સેન્ટ્રલ હોલમાં મતદાન સ્થળ બનાવવામાં આવ્યુ છે. એથી ધારાસભ્યો એકબીજાની વચ્ચે અંતર જાળવી શકે. મતદાન પ્રક્રિયામાં ભાગ લેનાર તમામ ધારાસભ્યોના આરોગ્યની પણ ચકાસણી કરાવવામાં આવશે. જો કોઈ ધારાસભ્યમાં કોરોનાના લક્ષણો જોવા મળશે તો તેમને પણ કૃણાલ ચૌધરીને જેમ વિધાનસભાની હોસ્પિટલમાં તૈનાત વોર્ડમાં ક્વોરન્ટાઈન કરવામાં આવશે. ચેપગ્રસ્ત ધારાસભ્યોના મતદાનની વ્યવસ્થા નમતી બપોરે ૪ કલાક પૂર્વે કરાઈ છે. એથી અન્ય ધારાસભ્યો તેમનાં સંપર્કમાં ના આવી શકે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/