પુરીની ૨૩ જૂનની રથયાત્રા ઉપર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ , કોરોનાની સ્થિતિને અનુલક્ષીને મનાઈ ફરમાવી
પુરીની ૨૩ જૂનની રથયાત્રા ઉપર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ , કોરોનાની સ્થિતિને અનુલક્ષીને મનાઈ ફરમાવી
સુપ્રિમ કોર્ટે ઓરિસ્સાના પુરીમાં આગામી તા. ૨૩મી જૂનના રોજ શરૂ થનાર ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર ગુરુવારે પ્રતિબંધ મૂકી દીધો છે. એક એનજીઓની પિટીશન પર વિડિયો કોન્ફરન્સથી સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ. બોબડેએ કહ્યું હતું કે જો કોરોના મહામારી વચ્ચે આ વર્ષે રથયાત્રાની પરવાનગી આપીશું, તો ભગવાન અમને માફ નહીં કરે. સર્વોચ્ચ અદાલતે વધુમાં જણાવ્યું કે જ્યારે મહામારી ફેલાયેલી હોય તો આવી રથયાત્રાને પરવાનગી ન આપી શકાય, જેમાં મોટીસંખ્યામાં ભીડ આવતી હોય. લોકોનું સ્વાસ્થ્ય અને તેઓની સુરક્ષા માટે આ વર્ષે રથયાત્રાની પરવાનગી ન આપી શકાય. ચીફ જસ્ટિસની બેંચે ઓરિસ્સા સરકારને પણ કહ્યું હતું કે આ વર્ષે રાજ્યમાં કોઈપણ જગ્યાએ રથયાત્રા સહિત અન્ય ધાર્મિક જુલૂસ જેવા કાર્યક્રમોને પરવાનગી આપવી નહીં. ભુવનેશ્વરની ઓરિસ્સા વિકાસ પરિષદ નામની સંસ્થાએ સુપ્રિમ કોર્ટમાં પિટીશન દાખલ કરી હતી કે રથયાત્રાના કારણે કોરોના ફેલાવાનો ખતરો રહેશે. જી લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોર્ટ દિવાળીના ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકી શકતી હોય તો રથયાત્રા ઉપર કેમ ન મૂકી શકે? અત્રે ઉલ્લેખનિય છે કે શ્રી જગન્નાથજી મંદિર સમિતિએ રથયાત્રાને ભાવિકોની ભીડ વગર જ કાઢવાનું નક્કી કર્યું હતું. રથ બનાવવાનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું હતું. મંદિર સમિતિએ રથ ખેંચવા માટે ઘણા વિકલ્પો વિચારી રાખ્યા હતા. પોલીસ કર્મચારીઓ, મશીનો કે હાથી દ્વારા રથને મંદિર સુધી લઈ જવાની વિચારણા પણ ચાલી રહી હતી.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/