ભારતના લિપુલેખ, કાલાપાની, લિમ્પિયાધુરા નેપાળના નકશામાં , નેપાળમાં વિવાદિત નકશા સંબંધિત બિલ પસાર
ભારતના લિપુલેખ, કાલાપાની, લિમ્પિયાધુરા નેપાળના નકશામાં , નેપાળમાં વિવાદિત નકશા સંબંધિત બિલ પસાર
નેપાળ નેશનલ એસેમ્બલી એટલે કે સંસદના ઉપલા ગૃહમાં પણ વિવાદિત નવા નકશા સંલગ્ન બંધારણ સંશોધન બિલ પાસ થઈ ગયુ છે. આ બિલના પક્ષમાં ૫૭ વોટ પડ્યા, જ્યારે એક પણ સભ્યે વિરોધમાં વોટ કર્યું નથી.આ પહેલાં ૧૩મી જૂને નેપાળની સંસદના નીચલા ગૃહે શનિવારે સર્વસંમતિથી દેશના નવા નકશા સંબંધિત બંધારણ સંશોધન બિલ પસાર કર્યું હતું. નેપાળી કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા પાર્ટી-નેપાળ અને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી સહિત મોટી વિપક્ષી પાર્ટીઓએ સરકાર તરફથી રજૂ કરાયેલા બિલના સમર્થનમાં મતદાન કર્યું છે. નેપાળે પોતાના નવા વિવાદિત નકશામાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા ક્ષેત્રોનો સમાવેશ કર્યો છે, ખરેખર આ ત્રણેય વિસ્તારો ભારતના અભિન્ન અંગ છે. નેપાળના આ પગલાથી બંને દેશો વચ્ચે નકશાને લઈને ખૂબ તણાવ પેદા થઈ ગયો છે. નેપાળે આરોપ લગાવ્યો છે કે તેમણે વાતચીત કરવા માટે ભારતને કેટલીયે ઓફૅ આપી પરંતુ ભારતે અમારી ઓફર સંદર્ભે કોઈ જવાબ આપ્યો નથી. જોકે, નેપાળની આ વાત ખોટી છે. કેમ કે નેપાળની ઓફર સંદર્ભે ભારતે જવાબ આપ્યો હતો અને વિદેશ સચિવ મુલાકાતની ઓફર કરી હતી. વિશ્વસનીય સૂત્રોના કહેવા અનુસાર સંશોધન બિલ પાસ થાય પહેલા ભારતે વાતચીતનો પ્રસ્તાવ આપ્યો હતો. વર્ચુઅલ વાતચીત અને વિદેશ સચિવ મુલાકાતની ઓફર આપી હતી. પરંતુ નેપાળના વડાપ્રધાન કે.પી.ઓલી બિલ પાસ કરવા તરફ આગળ વધી ગયા. હેરાન કરનારી બાબત એ છે કે વડાપ્રધાન કે.પી.ઓલીએ પોતાના નાગરિકોને ભારતની ઓફર અંગે કશુંય જણાવ્યું નહીં. સૂત્રોના કહેવા મુજબ નેપાળે મુશ્કેલ પરિસ્થિતિ પેદા કરી દીધી છે અને હવે એ ત્યાંની સરકાર પર નિર્ભર કરે છે કે વાતચીત માટે હકારાત્મક વાતાવરણ પેદા કરે. આ પહેલાં જ્યારે નેપાળના નીચલા ગૃહમાં વિવાદિત નકશા સંબંધિત બિલ પાસ થયું હતું, તો ભારત તરત પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે નેપાળના દાવા ઐતિહાસિક તથ્ય કે પુરાવાના આધાર પર નથી અને આ નવા નકશાનો કઈ મતલબ છે. નેપાળની પ્રતિનિધિ સભાએ ભારતીય ક્ષેત્રા કેટલાક ભાગોને સામેલ કરવા માટે નેપાળના નકશામાં એક બંધારણીય સંશોધન બિલ પસાર કર્યું છે. અમે આ મામલે પહેલાં જ અમારી સ્થિતિ સ્પષ્ટ કરી ચૂક્યા છે, તેમ ભારતના એક અધિકારીએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે, નેપાળનો દાવો ઐતિહાસિક તથ્યથી વિરુદ્ધ છે અને એટલો આ નવા નકશાનો કોઈ અર્થ નથી. ભારતે એમ પણ કહ્યું હતું કે, કૃત્રિમ રીતે ક્ષેત્રના વિસ્તારને સહન કરી શકાશે નહીં. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે નેપાળના સંશોધિત નકશામાં ભારતીય ક્ષેત્રોના કેટલાક ભાગને સામેલ કર્યો છે અને કાઠમંડૂએ આ રીતે અયોગ્ય નકશાના દાવાથી બચવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, નેપાળનું વલણ છેલ્લા કેટલાક સમયથી ચીન તરફ ઢળેલું જોવા મળી રહ્યં્ છે, જેના કારણે નેપાળે આ પગલું ભર્યું છે, તેમ નિષ્ણાતોનું કહેવું છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/