રાજ્યમાં ૫૧૦ નવા કેસ, ૩૧નાં મોત , તંત્ર ચિંતિત , જૂનમાં જુલમ વર્તાવતો કોરોના વાયરસ મૃત્યુઆંક ૧૫૯૨ થયો, રાજ્યમાં ૩૮૯ દર્દી સાજા થઇને ઘરે ગયા હતા કુલ સાજા થવાની સંખ્યા ૧૭૮૨૯ થઇ
રાજ્યમાં ૫૧૦ નવા કેસ, ૩૧નાં મોત , તંત્ર ચિંતિત , જૂનમાં જુલમ વર્તાવતો કોરોના વાયરસ
મૃત્યુઆંક ૧૫૯૨ થયો, રાજ્યમાં ૩૮૯ દર્દી સાજા થઇને ઘરે ગયા હતા કુલ સાજા થવાની સંખ્યા ૧૭૮૨૯ થઇ
રાજ્યમાં આજે સતત છઠ્ઠા દિવસે અને જૂન માસમાં નવમી વખતે કોરોના પોઝિટિવનો આંકડો પાંચસો ઉપરગયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૧૦ નવા કોરોના કેસ થતાં કુલ સંક્રમિતોનો આંકડો ૨૫૬૫૮ થયો છે. રાજ્યમાં આજે ૩૧ વ્યક્તિઓના મોત થતાં કુલ મૃત્યુઆંક ૧૫૯૨ થયો છે. રાજ્યમાં ૩૮૯ દર્દી સાજા થઇને ઘરે ગયા હતા. કુલ સાજા થવાની સંખ્યા ૧૭૮૨૯ થઇ છે. રાજ્યમાં આજે ૬૧ વ્યક્તિ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં આજે ૫૦૭૩ ટેસ્ટ કરોનાના કરવામૌં આવ્યા હતા. રાજ્યમાં જૂન માસમાં દરમિયાન કોરોના પોઝિટિવના સતત વધતા જતાં કેસ આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. રાજ્યમાં આજે ૩૧ વ્યક્તિઓના મોત કોરોનાને કારણે થયા હતા જેમાં અમદાવાદમાં ૨૨, સુરતમાં ૬, પાટણ, ગાંધીનગર અને છોટાઉદેપુરમાં ૧-૧ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧૫૯૨ મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૦૮૭૪૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બનતી જાય છે. આજે અણદાવાદમાં ૩૧૭ નવા કેસ કોરોના પોઝિટિવના નોંધાતા કોરોના સંક્રમિતોનો કુલ આંકડો ૧૭૯૪૬ થયો છે. સુરતમાં આજે એક સાથે છ કોરોના દર્દીઓના મોત થતાં મૃત્યુઆંક ૧૧૨ થયો છે. વધુ ૮૨ કેસ સાથે કુલ કેસ ૨૮૬૧ થયા છે. વડોદરામાં ૪૩ વધુ કેસ નોંધાતા કોરોનાના કુલ કેસ ૧૭૨૫ થયા છે જ્યારે ગાંધીનગરમાં ૧૧ નવા કેસ સાથે કુલ ૫૩૧ કેસ થયા છે જ્યારે આજે એનું મોત થતાં મૃત્યુઆંક ૨૩ ઉપર પહોંચ્યો છે. ભરુચમાં નવ, જામનગરમાં ૭, આણંદ-૬, અરવલ્લી અને પાટણમાં ૫-૫, ભાવનગરમાં ૪, બનાસકાંઠા અને નવસારીમાં ૩-૩, સાબરકાંઠા, પંચમહાલ અને અમરેલીમાં ૨-૨, રાજકોટ, ખેડા, બોટાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નર્મદા અને મોરબીમાં ૧-૧ નોંધાયા હતા જ્યારે અન્ય રાજ્યના ૨ કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કુલ ૬૨૩૯ એક્ટિવ કેસ કોરોના હતા જ્યારે વેન્ટીલેટર પર ૫૧ અને સ્ટેબલ ૬૧૭૮ દર્દીઓ છે. રાજ્યમાં કુલ ૨૧૦૮૦૩ વ્યક્તિઓને ક્વોરનટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૨૦૬૭૭૦ વ્યક્તિઓને હોમ ક્વોરનટાઈન છે અને ૪૦૩૩ વ્યક્તિઓ ફેસિલીટી ક્વોરનટાઈન રાખવામાં આવ્યા છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/